અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલ નવા સંચાલન સાથે આજથી પુનઃ શરૂ

અંકલેશ્વર સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ, સંચાલિત, અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલ, નવી ટીમ,નવો જુસ્સો અને નવા સંચાલન સાથે આજે તારીખ ૨૪મી થી પુનઃ શરૂ થઈ ગઈ છે.આ હોસ્પિટલ કાર્યરત હતી,પરંતુ કોરોનાંની મહામારીને પગલે બંધ થઈ જવા પામી હતી.હાલમાં કોરોનાંની મહામારી નહિવત થતાં તથા વિવિધ રોગોના દર્દીઓને રાહાત દરે સારવાર મળી રહે,એને ધ્યાનમાં લઈ તથા આ હોસ્પિટલને ઉભી કરી,સફળ સંચાલન કરનાર મર્હુમ અહમદ જી. બોબત (બોબત શેઠ-કોંઢ) કે જેમનું કોરોનાં કાળ દરમિયાન કોરોનાંને લીધે અવસાન થયું હતું.
જેથી એમનાં આ સેવાકાર્યને આગળ ધપાવવાના શુભ આશય થી સમાજનાં દરેક વર્ગનાં લોકોને ઉત્તમ અને રાહાત દરે સર્વરોગનું નિદાન અને સારવાર મળી રહે એને ધ્યાનમાં લઈ આજે તારીખ ૨૪ મી ફેબ્રુઆરી થી આ હોસ્પિટલ પુનઃ શરૂ કરવામાં આવી છે.જેમાં ફિઝીશયન, સર્જીકલ,ગાયનેક,ઓર્થોપેડિક, બાળ રોગ, દાંત વિભાગ,ફાર્મસી(તમામ દવાઓ રાહાત દરે), લેબ, એક્ષ-રે અને સોનોગ્રાફી (રાહાત દરે), ઇમરજન્સી અને એમ્બ્યુલન્સ ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે.આજનાં આ ઉદ્દઘાટન પ્રસંગે ઈબ્રાહીમ એમ. મેમાન,ગુલામભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહમદ આઈ.મેમાન અને હોસ્પિટલની ટીમ તરફથી કરવામાં આવ્યું હતું. આસ પાસનાં ગામોની પ્રજાને રાહાત દરે સારવાર આપતી આ હોસ્પિટલની લાભ લેવા જણાવાયું છે.
રિપોર્ટ : નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)
