લોન લેનારાઓને ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજના તફાવતની જાહેરાત

લોન લેનારાઓને ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજના તફાવતની જાહેરાત
Spread the love

નવી દિલ્હી : નાણાં મંત્રાલયે અમુક નિર્ધારિત હેતુસર રૂપિયા બે કરોડ સુધીની લોન લેનારાઓને ચાલુ વર્ષની પહેલી માર્ચથી ૩૧ ઑગસ્ટ સુધીના ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજના તફાવતની ચુકવણીમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. એ સાથે, સરકારે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જેમણે મૉરેટોરિયમનો વિકલ્પ નહોતો અપનાવ્યો અને લૉકડાઉન દરમિયાન જેઓ એક પણ ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ (ઇએમઆઇ) ભરવાનું ચૂક્યા ન હોય એવા લોનધારકોને એક્સ-ગ્રેસિયા પેમેન્ટ અથવા કૅશબૅકની સુવિધા મળશે.

આ પેમેન્ટ બે કરોડ રૂપિયા સુધીની લોન લેનારા નાનો વેપાર કરનારાઓને તથા વ્યક્તિ લોનધારકોને આપવામાં આવશે. નાણાં મંત્રાલયે શુક્રવારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ના નિયમન હેઠળના જે તમામ ધિરાણદારોને પોતાના આ નિર્ણયથી વાકેફ કર્યા હતા એમાં બૅન્કો, સહકારી બૅન્કો, હાઉસિંગ ફાયનૅન્સ કંપનીઓ અને માઇક્રો-ફાઇનૅન્સ સંસ્થાઓનો સમાવેશ થાય છે.સરકારની સ્કીમ અન્વયે એક્સ-ગ્રેસિયા પેમેન્ટ માટેની પાત્રતાનું માપદંડ આ મુજબ છે: એમએસએમઇ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, ક્ધઝ્યુમર ડ્યુરેબલ લોન, ક્રેડિટ કાર્ડ ડ્યૂઝ, ઑટોમોબાઇલ લોન, પ્રોફેશનલો માટેની પર્સનલ લોન તથા ક્ધઝમ્પ્શન લોન.

it-2-1-1024x683.jpg

Right Click Disabled!