અમદાવાદમાં ટેસ્ટ વન ટેસ્ટ ઓલની જાહેરાત

અમદાવાદમાં ટેસ્ટ વન ટેસ્ટ ઓલની જાહેરાત
Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ઓલની જાહેરાત એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવી છે. જે માટે એએમસી દ્વારા બધા જ ઝોનમાં 100થી વધુ ટેસ્ટિંગ કિઓસ્ક મુકવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગ કિઓસ્કમાં કોઇપણ વ્યક્તિ કોઇપણ સ્થળે જઇને ટેસ્ટિંગ કરાવી શકશે. આ ઉપરાંત 80 અર્બન હેલ્થ સેન્ટરમાં જઇને લોકો ટેસ્ટિંગ કરાવી શકશે. આ તમામ જગ્યાએ નિશુલ્ક ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજીવકુમાર ગુપ્તાએ શહેરીજનોને ટેસ્ટ કરાવીને નિશ્ચિંત બને તેવી અપીલ કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ સિંધુ ભવન, પ્રહલાદનગર, એસ જી હાઇવે તેમજ રીંગરોડ વિસ્તારમા કોવિડ-19ની ગાઈડલાઈનના નિયમનું અસરકારક પાલન થતુ નથી. યુવાનો માસ્ક વિના ફરે છે. સાંજે યુવાનોના ટોળા જોવા મળે છે. આવા યુવાનોને કોવિડ ગાઇડલાઇનનુ પાલન કરવા અપીલ કરવામા આવી છે. કોવિડનો કહેર વધી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમા પોઝિટિવ લોકોને શોધી કાઢવા માટે અમદાવાદ મહાનગરપાલિકા વધુને વધુ ટેસ્ટીંગ પર ભાર મુકી રહી છે.

coqvgdiq.jpg

Right Click Disabled!