જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધુ 8 દર્દીના મોત

જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધુ 8 દર્દીના મોત
Spread the love
  • એક જ દિવસમાં શહેરમાં ૧૦૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ લોકો મહામારીની ઝપટમાં આવ્યાં

જામનગરમાં કોરોના ગ્રસ્ત યુવાન સહિત 8 દર્દીના મોત નિપજ્યા છે તો 125 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં શહેરમાં ૧૦૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ લોકો મહામારીની ઝપટમાં આવ્યા છે. શહેર-જિલ્લામાં ૧૨૨ દર્દીએ કોરોનાને મ્હાત આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જામગનરમાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ અને પોઝિટિવ કેસની રફતાર ઘટવાને બદલે વધી રહી છે. રવિવારે એક જ દિવસમાં જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવાન સહિત ૮ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ નીપજયા છે.

બીજી બાજુ એક જ દિવસમાં શહેર-જિલ્લામાં ૧૨૫ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં ૧૦૫ અને જિલ્લામાં ૨૦ કેસનો સમાવેશ થાય છે. જો કે, રવિવારે જામનગરમાં ૧૧૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ દર્દી કોરોના સામેનો જંગ જીતતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રવિવારે સ્થિતિએ શહેરમાં ૧૯૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૦ મળી કુલ ૨૭૮ એકટીવ કેસ રહ્યા છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-31.jpeg

Right Click Disabled!