જામનગરમાં કોરોનાના વધુ 98 કેસ : 16ના મોત

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૯૮ કેસ નોંધાયા છે. જ્યારે ગત રાત્રિથી ૧૬ લોકોના મૃત્યુ કોવિડ હોસ્પિટલમાં થયા હોવાનું જાણવા મળે છે. જામનગર શહેરમાં આજે કોરોનાના વધુ ૯૧ કેસ નોંધાયા છે. જ્યારે ૧૦૧ લોકો ડિસ્ચાર્જ થયા છે. તેમજ જિલ્લામાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૧૭ લોકો ડિસ્ચાર્જ થયા છે. ગત રાત્રિથી કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓના મોત નિપજ્યાં હતાં.
જામનગરમાં પ્રશાસન દ્વારા હવે રહી-રહીને અસરકારક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જોકે, ત્યાં સુધીમાં તો સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે, જામનગરમાં કોરોનાના કેસો અને મૃત્યુદર રાજકોટના આંકડાઓની સાથે જાણે સ્પર્ધામાં ઉતર્યા હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે.
– રોહિત મેરાણી (જામનગર)
