સાબરકાંઠા કલેકટર, ખેડબ્રહ્મા પ્રાંત અને વિજયનગર મામલતદારને માજી સૈનિકો દ્વારા આવેદન

સાબરકાંઠા કલેકટર, ખેડબ્રહ્મા પ્રાંત અને વિજયનગર મામલતદારને માજી સૈનિકો દ્વારા આવેદન
Spread the love

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં દેશની રક્ષા માટે સૈનિકો સૌવથી વધારે દેશ રક્ષા માટે જોડાય છે મહેનત કરી પરંતુ આજે વિજયનગર તાલુકામાં નિવૃત થયેલા સૈનિકો કે જેઓ પોતાનો જીવ નું બલિદાન આપે છે. , સરહદ પર રાત-દિવસ ફરજ બજાવીને, તેમની નિવૃત્તિ પછી તેઓ સારી રીતે જીવન જીવી શકે છે, તે હેતુસર સરકાર દ્વારા 16 એકર જમીન સરકારના ખર્ચે આપવામાં આવે છે. (DRAD NO LND – 3988-3290 (i) તારીખ 15 ફેબ્રુઆરી 1989, મહેસૂલ વિભાગની સૂચના નંબર LND 3981 505238- એક તારીખ 8 ફેબ્રુઆરી 1990 અને જીઆરઆરડી નંબર LND 3988-2637 – તારીખ 27 માર્ચ 2001). તદનુસાર, આજે વિજયનગર તાલુકાના ભૂતપૂર્વ સૈનિકોની ખેતી અને તેમની પત્નીઓના રહેઠાણ માટે જમીન ફાળવવા માટેની અરજીઓ કરવામાં આવી છે.

તેમણે વિજયનગર મામલતદાર શ્રી પી.જી.ચૌહાણને આવેદન આપતા અને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે પહેલાથી 1 થી 284 ફાઈલ આપી ચુક્યા છીએ અને આજે અમે 285 થી 514 ફાઇલ આપવાના છીએ અને આજ સુધી આપેલી ફાઇલો વિશે કચેરી તરફથી અમને કોઈ માહિતી કે જાણ મળેલ નથી, તેથી આજે ખેડબ્રહ્માના S D M સાહેબ અને સાબરકાંઠાના જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર સુપરત કરવામાં આવશે, જેમાં પૂર્વ સૈનિકો તેમજ મૃતક ભૂતપૂર્વ સૈનિકની પત્નીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી માંગ સાથે માજી સૈનિક સંગઠન વિજયનગર દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ,

IMG-20201015-WA0074-1.jpg IMG-20201015-WA0075-0.jpg

Right Click Disabled!