ડભોઇ તાલુકા સરપંચ પરિષદ દ્વારા કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવા બાબતે આવેદન

ડભોઇ માં અતિભારે વરસાદ અને નર્મદા નદી ના પુર ના કારણે પંથક ના ખેડૂતો ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે જગતતાત ના ઉભા પાક ના નુકસાન ની વેદના ને લઈ આજરોજ ડભોઇ તાલુકા સરપંચ સંઘ અને તાલુકા ના તમામ સરપંચો ભેગા થઈ ડભોઇ તાલુકા પંચાયત ખાતે નાયબ કલેકટર તથા મામલતદાર ને મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજના અંતર્ગત વડોદરા જિલ્લા ના સમાવેશ કરવાં બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરપંચ સંઘના જણાવ્યાં મુજબ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતો ના ઉભા પાક ને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે અને વરસાદ ની સાથે સાથે વાવાઝોડા તથા નર્મદા નદીના પુર ના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકનું ધોવાણ થયેલ છે.
જેનો ડભોઇ તાલુકા વિસ્તાર ના ગ્રામ સેવકો દ્વારા સર્વે કરી રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તુવેર ,દિવેલા,અને કપાસના પાકોને ૧૦૦ ટકા તથા બીજા પાકો ને ૭૦ થી ૮૦ ટકા જેટલું વ્યાપક નુકસાન થયું છે તેમ છતાં સરકારશ્રી દ્વારા વડોદરા જિલ્લા ને બાકાત રાખવામાં આવ્યું છે જેના અનુસંધાન માં આજરોજ ડભોઇ તાલુકાના સરપંચો દ્વારા ડભોઇ તાલુકાના ખેડૂતોને કિસાન સહાય યોજનામાં યુદ્ધ ના ધોરણે સામાવેશ કરવામાં આવે તેવી સરકારશ્રી પાસે માંગ કરવામાં આવી હતી જેમાં ડભોઇ તાલુકા સરપંચ સંઘ ના પ્રમુખ સુધીર બારોટ,રાકેશ અંબાલિયા,જયેશ દેસાઈ સહિત ના હોદ્દેદારો તેમજ ખેડૂત પુત્રો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
