વડાલી ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને અપાયુ આવેદન

વડાલી ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને અપાયુ આવેદન
Spread the love

સાબરકાંઠા જિલ્લાના વડાલી ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર ને યોગ્ય માંગ સાથે આપ્યુ આવેદન પત્ર ,જેમાં સ્પષ્ટ રીતે માંગ ઉઠી છે કે ચાલુ સાલે વરસાદને લઇ કેટલાક વિસ્તાર માં ખેત પાકો માં નુકસાની સામે આવી છે ત્યારે વડાલી ના કેટલાક ગામોમાં ખેડુતો ને નુકશાની વેઠવા નો વારો આવ્યો છે, ભારતીય કિસાન સંઘ દ્વારા યોગ્ય માગણીઓ સાથે રજુઆત કરાઈ છે, કે વડાલી તાલુકાના ગામડામાં ચાલુ સાલે વરસાદ ને લઈ મગફળી,કપાસ અને અન્ય પાકો ને લઈ ખેડુતો ને ગણુ નુકશાન થયુ છે, અને તત્કાલ વડાલી ખેતીવાડી અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરી ખેડુતો ને યોગ્ય ન્યાય માટે ની માગ ઉઠી છે, પરંતુ વડાલી તાલુકામાં ખેડુતો ને યોગ્ય વળતર માટે અગાઉ પણ આવેદન પત્રો આપ્યા છે, પરંતુ વડાલી ખેતીવાડી અધિકારીઓ ને કોઈજ ફરક નથી પડતો , ખેડુતો ની માંગ ને લઈ અધિકારીઓના પેટ નુ પાણી હલતુ નથી તે પરિસ્થિતિ દેખાય રહી છે.

અસરગ્રસ્ત ખેડુતો ને ન્યાય મળે તે હેતુ થી સર્વે થાય તેને લઈ ભારતીય કિસાન સંઘ વડાલી આવેદન પત્ર આપી રજુઆત કરી છે, એકબાજુ ગુજરાત સરકાર કેટલાક તાલુંકાઓ માં નુકસાન થવાને લઇ વળતર જાહેર કરવાની જાહેરાત કરી છે ત્યારે તેમાં પણ વડાલી તાલુકા ને બાકાત રાખતા સ્થાનિક ખેડૂતો નારાજ થયા છે ત્યારે વડાલી તાલુકા ના ખેડૂત આગેવાનો હાલ તો સરકાર થી નારજગી વ્યક્ત કરી રહ્યા છે , ત્યારે ચાલુ સાલે વડાલી પંથક માં વરસાદને લઇ નીચાણ વાળા પંથક માં પાણી ભરાવાને લઇ ખેત પાકો માં નુકસાની વર્તાઈ છે,ખેતી પ્રધાન દેશ હોવા છતા નુકશાન વેઠવા નો વારો ખેડુતોનો આવે છે , ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ માધાભાઈ પટેલ , ઈશ્વરભાઈ પટેલ સહીત ના અગ્રણીઓ આવેદન પત્ર આપતી વખતે રહ્યા હાજર,

IMG-20200924-WA0121-1.jpg IMG-20200924-WA0120-0.jpg

Right Click Disabled!