ખેડુતોને નુકસાનકારક સમાન કરારી ખેતી વટહુકમ રદ કરવા કલેકટરને આવેદન

ખેડુતોને નુકસાનકારક સમાન કરારી ખેતી વટહુકમ રદ કરવા કલેકટરને આવેદન
Spread the love

સાબરકાંઠા યુથ કોંગ્રેસ ના નેજા હેઠળ કલેકટર ને અપાયુ આવેદન પત્ર જેમાં સ્પષ્ટ ખેડુતો સાથે વટ હુકમો ને લઈ અન્યાય થઈ રહયો છે, અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં બહુમતીના જોરે કરારી ખેતી વટહુકમ બિલ પસાર કરવામાં આવ્યું. જે ખેડુત વિરોઘી છે તે બિલના વિરોધમાં સાબરકાઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી મહામહીમ રાષ્ટ્રપતિને સાહેબ ને સંબોધી માનનીય સાબરકાઠા જિલ્લા કલેક્ટરના માધ્યમથી કરારી ખેતી વટહુકમ બીલ રદ કરવા માટે આવેદન પત્ર આપવામા આવ્યુ . જેમાં સાબરકાઠા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રિયવદન પટેલ, ઘારાકુમારી, ગૌતમ સુતરીયા, અશોક વાઢેર, પુજન પટેલ, આર કે વાઘેલી , ઘુવ પટેલ, આસિફ , ટીવી પટેલ, સિવરાજસિંહ ઝાલા, ભાવિન પટેલ અને મિડીયા કન્વીનર યુસુફ બચ્ચા સહીત યુવક કોંગ્રેસ ના હોદ્દેદારો તથા કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : વસંતપૂરી ગોસ્વામી (સાબરકાંઠા)

IMG-20200922-WA0122-2.jpg IMG-20200922-WA0125-1.jpg IMG-20200922-WA0124-0.jpg

Right Click Disabled!