ધારાશાસ્ત્રી શ્રી અશ્વિન ત્રિવેદીની સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક

ધારાશાસ્ત્રી શ્રી અશ્વિન ત્રિવેદીની સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક
Spread the love

ગાંધીનગર ના જાણીતા ધારાશાસ્ત્રી અને ત્રિવેદી એસોસિએટ ના ડિરેક્ટર શ્રી અશ્વિન ત્રિવેદી ની નિમણુંક સાર્ક દેશોની ઔદ્યોગિક અને વાણિજ્ય સંસ્થા સાઉથ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માં ભારત રાષ્ટ્રના વાઇસ ચેરમેન તરીકે સંસ્થાના ડાયરેક્ટર જનરલ શ્રી સંતોષ શુક્લ એ નિમણુંક કરી છે. સંસ્થાના દિલ્હી ખાતેના કાર્યાલય થી શ્રી ત્રિવેદીની જાહેરાત થઇ હતી. ઉલ્લેખનીય છે કે ભારત દેશની અગ્રગણ્ય કંપનીઓના વડાઓ પણ આ સંસ્થા સાથે જોડાયેલ છે અને ભારત સરકારની લઘુ,સુક્ષમ અને માધ્યમ ઉદ્યોગ મંત્રાલયના નીતિ નિયમો અનુસાર અર્ધસરકારી સંસ્થામાં સમાવેશ થાય છે.

શ્રી ત્રિવેદી જાણીતા ધારાશાસ્ત્રી ની સાથે ગુજરાત સરકારના સ્પેશ્યલ સરકારી વકીલ છે અને સાથે સાથે ત્રિવેદી એસોસિએટ ના ડાયરેક્ટર તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ના ઉપપ્રમુખ છે. શ્રી ત્રિવેદી લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થાના ગુજરાતના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. સામાજિક અને કોર્પોરેટ સંસ્થાઓના બહોળા અનુભવ ના આધારે શ્રી અશ્વિન ત્રિવેદીની નિમણુંક નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે થયેલ છે જે ગાંધીનગર અને ગુજરાત માટે ગૌરવ રૂપ બાબત છે. સંસ્થાનું કાર્ય આગામી દિવસોમાં વાણિજ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગકારોને અને શ્રમિકો ને પડતી તકલીફ માટે કોર્પોરેટ ક્ષેત્ર અને સરકાર વચ્ચે સેતુ બનીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું રહેશે.

આગામી દિવસોમાં રાજધાની દિલ્હી ખાતે સાર્ક દેશોના પ્રતિનિધિઓ અને રાજદૂતો તથા દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની તથા શ્રી કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી સહીત મહાનુભાવોની હાજરીમાં શપથગ્રહણ સમારોહ યોજાશે . જેમાં શ્રી ત્રિવેદી નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હોદ્દા અને સત્તાના શપથ લેશે. શ્રી ત્રિવેદીની નિમણુંક બદલ સાંસદ શ્રી રવિ કિશન ,સંસદ શ્રી રંજાબેન ભટ્ટ , સંસદ અને રિલાયન્સ ગ્રુપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નાથવાની , ધારાસભ્ય શ્રી શૈલેષ સોટ્ટા , મારુતિ ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ શ્રી રામભાઈ મોકરિયા સહીત સામાજિક અને કોર્પોરેટ જગતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.

IMG-20201016-WA0049.jpg

Right Click Disabled!