અરવલ્લી જિલ્લા કલેકટરે કોરોના મહામારીને નાથવા માટેના શપથ લીધા…

અરવલ્લી જિલ્લા કલેકટરે કોરોના મહામારીને નાથવા માટેના શપથ લીધા…
Spread the love
  • જિલ્લાની વિવિધ કચેરીના અધિકારી/કર્મચારીઓ એ પણ પ્રતિજ્ઞા લીધી…
  • અરવલ્લી જિલ્લામાં ભારત સરકાર ધ્વારા કોવિટડ-૧૯ જન આંદોલન અભિયાન તા.૭ ઓકટોબર થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ છે…

આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર તથા અધિક જિલ્લા કલેકટરશ્રી આર.જે.વલવી અને જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓએ કોરોના મહમારીને અટકાવવા માટે લોકોમાં જાગૃત્તિ આવે અને લોકો માસ્ક પહે્ર્યા વિના ઘરની બહાર નહી નીકળવા, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવવા,વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઇઝ કરતા રહેવા, પોતાની તથા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્દ્રતિઓ અપનાવવા અને યોગ-વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારવા,પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી અને દરેક અધિકારી/કર્મચારીઓને અનુસવા તથા અરવલ્લી જિલ્લાની જનતાને માહિતગાર કરવા કલેકટરશ્રીએ અપીલ કરી હતી.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

IMG_20201015_162725-1.jpg Screenshot_20201015_162650-0.jpg

Right Click Disabled!