તાપી જિલ્લા શિક્ષણાધિકારી અને ક્લાર્કની ધરપકડ

તાપી જિલ્લા શિક્ષણાધિકારી અને ક્લાર્કની ધરપકડ
Spread the love

તાપી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પટેલ અને ક્લાર્ક રવિન્દ્ર પટેલની ધરપકડ કરી છે. શિક્ષણાધિકારીએ 10 લાખની લાંચ માંગી હતી. લાંચ માંગનાર શિક્ષણાધિકારી અને લાંચ લેવા આવનાર કલાર્ક વિરુદ્ધ ગુનો નોંધી એસીબીએ તપાસ હાથ ધરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ ભરત પટેલે શાળાની માન્યતા ચાલુ રાખવા લાંચ માગી હતી. વ્યારાના વીરપુર ગામમાં ખાતે આવેલી વિદ્યાકુંજ શાળાની માન્યતા રદ ન કરવા લાંચ માગી હતી. ત્યારે અરજદારની ફરિયાદને આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતુ. એસીબી દ્વારા બીએમ પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતુ.

સર્ચ ઓપરેશન દરમિયાન વિદેશી દારૂની બ્રાન્ડેડ ચાર બોટલ મળી હતી. 10 લાખની લાંચ માંગી હતી ફરિયાદી કેતનભાઈ શાહ ટ્રસ્ટ સંચાલીત વિદ્યાલયમાં આચાર્ય અને સંચાલક તરીકે ફરજ બજાવે છે. જોકે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત પટેલે તેમની શાળાની આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશન કર્યુ હતુ. જેમાં કેટલાક મુદ્દાઓને લઇ શાળાને નોટીસ આપી હતી. જો કે તે મુદ્દાઓ પરની કામગીરી પૂરી કરવા છતા ફરીથી અમુક મુદ્દાઓને લઇને નોટીસ આપી હતી. આ બાબતે પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત પટેલે નોટીસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. તાપીના શિક્ષણાધિકારી બી. એમ. પટેલની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

તાપી જિલ્લામા આવેલી એક સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા 10 લાખની લાંચ માંગી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઈકાલે રાત્રે થવાની હતી. દરમિયાન ACBએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે. આ સાથે ક્લાર્ક રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.સ્કૂલમાં નોટિસ પર નોટિસ આપી કાર્યવાહી દફતરે કરવા 10 લાખની લાંચ માંગીમળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાના વ્યારાના વીરપુર ગામ ખાતે આવેલી વિધાયકુંજ શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી.

જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી.ACBના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતીસ્કૂલના આચાર્ય લાંચની રકમ આપવા માંગતા ન હોય તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે ગત રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

જોકે, છટકા દરમિયાન શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જેથી આચાર્ય લાંચની રકમ લઇ રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીને એસીબીના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. લાંચના છટકા દરમિયા એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે.

untitled1_1602920942.jpg

Right Click Disabled!