બટાકાના ભાવ ગગડતાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર

બટાકાના ભાવ ગગડતાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર
Spread the love

ચાલુ વર્ષે સારા વરસાદ બાદ ખેડૂતોએ બટાકાનું વાવેતર વધુ કર્યું હતું અને બટાકા કાઢવાનું શરૂ થઈ ગયું છે ત્યારે જ એલ.આર અને ફ્રેન્ચ ફ્રાઈઝ બટાકાની માંગ અને ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને બટાકા વેચવા ભાવ ઉંચા આવે તેની રાહ જોવી પડશ. જોકે, નજીકના સમયમાં ભાવ ઉંચા આવવાની સંભાવના ન હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિ સર્જાવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનમાં ભરપૂર વરસાદ થયા બાદ ખેડૂતોએ રવી સિઝનમાં બટાકાનું દોઢુ વાવેતર કર્યું હતું.

ગત સિઝનમાં 12195 હેક્ટરમાં વાવેતર થયું હતું તેની સામે ચાલુ સિઝનમાં 18571 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. તે પૈકી 85 ટકાથી વધુ વાવેતર એલઆર અને ફ્રેન્ચ ફ્રાઈઝનું વાવેતર થયું છે. શાકભાજીના બટાકાનું ઘણું ઓછું વાવેતર થયું છે. એલઆર બટાકાનો રૂ.200 થી 210 અને ફ્રેન્ચ ફ્રાઈઝનો રૂ.185 ભાવ છે વાવેતર વિસ્તાર જોતા જિલ્લાના 50 થી વધુ કોલ્ડ સ્ટોરેજમાં 80 લાખથી વધુ કટ્ટાની આવક થવાની સંભાવના છે. હાલમાં ચીપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈઝમાં વપરાતા બટાકાનો ભાવ રૂ.10 સુધી નીચો આવી ગયો છે અને માંગ પણ નથી જેને પગલે ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે અને ભાવ ઉંચા આવે તેની રાહ જોવા મજબૂર બન્યા છે.

IMG-20210305-WA0041.jpg

Right Click Disabled!