અંબાજી મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં આવતા સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

અંબાજી મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં આવતા સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
Spread the love

હાલ મા આસો માસની નવરાત્રી મહોત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે અંબાજી મંદિર ખાતે રવિવાર અને નવરાત્રી ને લઈને મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા, વહેલી સવારે ભક્તો ની ભારે ભીડ છેક બસ સ્ટેન્ડ સુધી જોવા મળી હતી

અંબાજી ના હાઇવે માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા અને વાહનો ની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી, અંબાજી ખાતે એપ્રિલ મહિના બાદ ની સૌથી વધારે ભીડ આજે અંબાજી ખાતે જોવા મળી હતી, અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી હવે કેવા પ્રકારના નિર્ણય લેવાય છે તેની ઉપર સૌની નજર છે.

ટોકન કાઉન્ટર બંદ કરી દેવાયા

અંબાજી મંદિર ખાતે આવેલું ટોકન કાઉન્ટર પણ ભારે ભીડ ને પગલે બંદ કરવામાં આવ્યું હતું, આજે ભારે ભીડ એકઠી થતા સોશીયલ ડિસ્ટન્સ ના ધજાગરા જોવા મળ્યા હતા.

વહીવટદાર, પોલીસ હાઇવે માર્ગ પર પહોંચી

અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા અને પોલીસ કાફલો હાઇવે માર્ગ પર આવી માઈ ભક્તો ને સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા જોવા મળ્યા હતા પણ ભારે ભીડ ને પગલે શું નિર્ણય કરવો તે પણ ચિંતા ની બાબત હતી, હાઇવે માર્ગ પર વાહનો પાર્ક થવાના લીધે ટ્રાફિક જામ ના દ્ર્શ્યો પણ સર્જાતા હતા

સૌથી વધુ વાહનો આજે અંબાજીમા

જૂના નાકા, ગબ્બર સર્કલ થી છેક ડી કે સર્કલ સુધી ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી અને વાહનો પણ પાર્કિંગ સિવાય જાહેર માર્ગો પર આડેધડ પાર્ક થયેલા જોવા મળ્યા હતા.

IMG_20201018_121325-2.jpg IMG_20201018_124657-1.jpg IMG_20201018_134854-0.jpg

Right Click Disabled!