ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલમાં “વેલકમ ટુ હેવન” શોર્ટ ફિલ્મને એવોર્ડ

ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલમાં “વેલકમ ટુ હેવન” શોર્ટ ફિલ્મને એવોર્ડ
Spread the love

ગાંધીનગર: જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે પણ આ સનાતન સત્ય ભૂલી જઈ કાળામાથાનો માનવી ભૌતિક સુખ પાછળ દોડતો રહે છે. આવો જ એક માનવી “પ્રજા” મૃત્યુ પછી સ્વર્ગના દરવાજે જઈને ઊભા રહે છે, ત્યારે સ્વર્ગના પ્રવેશદ્વારે એને અટકાવી સ્વર્ગમાં પ્રવેશવા માટેની લાયકાત રજૂ કરવા કહેવામાં આવે છે.

આપણો આ અબૂધ “પ્રજા” સ્વર્ગમાં પ્રવેશવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ રજૂ કરે છે. સ્વર્ગના દ્વારપાળ એ નથી ચલાવતા, તો દુનિયાના સામાન્ય રિવાજ પ્રમાણે આ માનવી લાંચ આપવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરે છે. મૃત્યુ પામેલ આ માનવીની આ સમગ્ર સફર ફેસબુક ઉપર જીવંત પ્રસારણ થઇ રહ્યું હોય છે આથી “પ્રજા”ના ઘરના સભ્યો એને મંદિરમાં દાન કર્યાની પહોંચ પણ વોટસઅપ મારફત મોકલાવે છે છતાં એ માનવી ને સ્વર્ગમાં પ્રવેશ નથી મળતો. આખરે એક તદ્દન અલગ જ પ્રકારની પ્રવુતિ રજૂ કરવાથીએ માનવીને સ્વર્ગમાં પ્રવેશ મળી જાય છે અને અપ્સરાઓ એ “પ્રજા”નું ગુલાબથી સ્વાગત કરે છે.

“સ્વર્ગમાં સ્વાગત છે” એટલે કે “વેલકમ ટુ હેવન” નામની આ શોર્ટ ફિલ્મને તાજેતરમાં ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ આપી સન્માનવામાં આવી છે. કેનેડા ખાતેના ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત અને આરવી ટેલ આયોજિત આ એવોર્ડ સમારોહનું આયોજન અને સંચાલન હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા એ કર્યું હતું.

” વેલકમ ટુ હેવન” શોર્ટ ફિલ્મના લેખક, દિગ્દર્શક અને અભિનેતા “પ્રજા” ના નામે લોકપ્રિય એવા પ્રકાશ જાડાવાલા છે. આ શોર્ટ ફિલ્મમાં ગુજરાતી “ભાઈ ભાઈ” ફેઇમ રોકસ્ટાર અરવિંદ વેગડા એ યમરાજની અદભૂત ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત મનીષા શાહ, પ્રગતિ આહિર, નિલેશ ધોળકિયા, દામિની માહિ તથા અન્ય કલાકારોએ ભાગ ભજવ્યો છે.

આ શોર્ટ ફિલ્મનું સૌથી મહત્વનું પાસુ એ છે કે આ આખી ફિલ્મ યુનિવર્સલ લેન્વેજ માં છે અર્થાત્ એકપણ સંવાદ નથી. એટલે સમગ્ર વિશ્વનો કોઈપણ વ્યક્તિ આ ફિલ્મ માણી શકે છે. ટોરોન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ માં એવોર્ડ મળવા બદલ અને ગુજરાતી કલાકારોનું નામ વિશ્વસ્તરે ગુંજતું કરવા બદલ નિર્માત્રી શ્રીમતી પૂર્વી જાડાવાલા સહિત સમગ્ર ટીમ પર અભિનંદન વર્ષા વરસી રહી છે.

Right Click Disabled!