ચોખાના કટ્ટાની આડમાં લઈ જવાતા દારૂનો જથ્થો પકડી પાડતી બગોદરા પોલીસ

બગોદરા:ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ભારે જથ્થામાં દારૂ પકડાય છે. બુટલેગરો નવા નવા નુસખા અપનાવીને દારૂને ગુજરાતમાં લાવવાની કોશિશ કરે છે તે છતાં પણ આપણા ગુજરાતની સતત કાર્યરત પોલીસ ના કાર્યોને બિરદાવવી પડે તેમની સતત મહેનત થી બુટલેગરો ની આ કોશિશ ને નાકામ કરે છે.
બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ને ખાનગી રાહે આધારભૂત બાતમી મળેલ હતી કે રોહિકા ચોકડી નજીક આવેલ દેવ રેસ્ટોરેન્ટ બિલ્લુ કા ઢાબા ના પાર્કિંગમાં એક ટાટા ટ્રક નંબર HR-58-A-9607 મા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ પડેલ છે જેના આધારે બાતમી વાળી જગ્યાએ આવતા પાર્કિંગ મા બાતમી મુજબ ના નંબર વાળો ટાટા ટ્રક પડેલ હતો. જેથી પોલીસ સ્ટાફ થી આ ટ્રકને કોર્ડન કરી ટ્રકમાં તપાસ કરતા વગર પાસપરમીટે વિદેશી દારૂનો જથ્થો ચોખાની કટકી ભરેલા કટ્ટાઓની આડમાં રાખેલ હતો.
ભારતીય બનાવટ નો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની બોટલો નંગ ૧૭૧૬૦ કિંમત રૂપિયા ૨૨,૮૨,૪૦૦/- તથા ટ્રક, મોબાઈલ, ચોખા ની કટકી ભરેલા કટ્ટા, તાડપત્રી વગેરે મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૩૨,૯૨,૦૦૦/-નો પકડી બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપીના નામ
(૧) હરવિંદરસિંગ મંગતસિંગ સરતાર ( હરિયાણા)
(૨) વિકાસ હરપાલસિંગ જાટ ( હરિયાણા)
(૩) વિદેશી દારૂ મોકલનાર જસ્સી રાણા ( હરિયાણા)
(૪) વિદેશી દારૂ મંગાવનાર કસમ ગુજરાત રાજકોટ નો છે તથા પોલીસ તપાસમાં નીકળે તે.
આ કામમાં સામેલ અધિકારીઓ બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ, આરીફમહંમદ, દિનેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ,હાર્દિકભાઈ, રામદેવસિંહ અને વિપુલભાઈ જોડાયેલ હતા.
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર
