BAPSના વડા મહંત સ્વામીનો આજે 87મો જન્મોત્સવ

મહંત સ્વામી મહારાજનો 87મો જન્મજયંતી મહોત્સવ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના 87મા જન્મજયંતી મહોત્સવની આજે ઉજવણી થશે. દેશ-વિદેશના લાખો ભક્તો માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આ મહોત્સવ ઉજવાશે. સાંજે 5 થી 8 દરમ્યાન બીએપીએસની વેબસાઈટ પર ડોક્ટર સ્વામી સહિતના સંતોના વક્તવ્યો પ્રસારિત થશે.
