એલસીબી પોલીસની સુંદર કામગીરી : અંબાજી ખાતેથી વરલી મટકાનો જુગાર પકડ્યો

Spread the love

યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું શક્તિ પીઠ છે આ ધામ માં મોટી સંખ્યામાં ભક્તો માતાજી ના દર્શન કરવા આવતા હોય છે પરંતુ આ ધામ મા રહેતા કેટલાક માથાભારે તત્વો આ ધામ ની ગરિમા ને નુકશાન પહોંચાડી રહ્યા છે જેનો આખરે પોલીસે પર્દાફાશ કર્યો છે, બોર્ડર રેન્જ આઇજી,બનાસકાંઠા એસપી ના સીધા માર્ગદર્શન હેઠળ ભાટવાસ વિસ્તાર માથી એલસી પાલનપુર દ્વારા વરલી મટકાનો જુગાર રમાડતા તત્વ ને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

એલસીબી પીઆઇ અને પીએસઆઈ ના માર્ગ દર્શન મુજબ એલસીબી સ્ટાફ ના અલ્પેશ ભાઈ , ઈશ્વર ભાઈ અને કિસ્મત ભાઈ જ્યારે ભાટવાસ વિસ્તાર માં ચોક્કસ બાતમી ના આધારે એક વ્યક્તિ જાહેર મા વરલી મટકાનો જુગાર આંક ફરક નો પૈસા થી રમાડે છે તે બાબતે રેડ કરતા આરોપી અબ્દુલભાઈ યુસુફભાઈ વોરા રહે. ભાટવાસ અંબાજી ઝડપાઈ ગયો હતો જેની પાસેથી 8602 રૂપિયા તથા મોબાઈલ નંગ એક જેની કિંમત 2000 મળી 10,602 રૂપિયા સહિત જુગાર સામગ્રી જપ્ત કરેલ છે અને અંબાજી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Right Click Disabled!