બેચરાજી : માતાજીના મંદિરે કોરોનાની મહમારીને ધ્યાને રાખી સલામતીના પગલાં સાથે નવરાત્રીનું આયોજન

બેચરાજી : માતાજીના મંદિરે કોરોનાની મહમારીને ધ્યાને રાખી સલામતીના પગલાં સાથે નવરાત્રીનું આયોજન
Spread the love
  • આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે બેચરાજી ખાતે આવેલ યાત્રાધામ એવા શક્તિપીઠ બહુચર માતાજીના મંદિરે કોરોના વાયરસની મહમારીને ધ્યાને રાખી સલામતીના પગલાં સાથે નવરાત્રીનું આયોજન કરાયું છે

મહેસાણા જિલ્લામાં આવેલ યાત્રાધામ બેચરાજીમાં માં બાલા બહુચર માતાજીનું પ્રાચીન એવું વિશ્વમાં પ્રખ્યાત મંદિર આવેલું છે જ્યાં સામાન્ય દિવસોમાં નવરાત્રીનું આયોજન ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવતું હોય છે જોકે ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારી અને સંકટને ધ્યાને રાખી રસકારે રાસ ગરબા રમવા પર પ્રતિબંધ મૂકી શ્રદ્ધાળુઓની આસ્થાને જોતા કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે મંદિરોમાં દર્શન માત્રની અનુમતિ આપી છે ત્યારે બહુચરાજી મંદિરમાં પણ પ્રસ્તાલન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરાયો છે. જેમાં નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપન વિધિ કરી છઠ અને સાતમના દિવસે યજ્ઞ કરવામાં આવશે તો આઠમેં રાત્રે 12 વાગે માતાજીની પલ્લી નૈવેધ ધરાવી કરવામાં આવશે તો દશેરાએ સવારે જવેરા ઉથપાન કરી ધજા બદલવામાં આવશે.

કોરના ગાઈડલાઇન અનુરતા બહુચરાજી માતાજીના મંદિરે આવતા લોકોને મેડિકલ ટિમ દ્વારા તપાસવામાં આવે છે બાદમાં હેન્ડ સેનેટઇઝરકરી સામજિક અંતર જાળવવાનો અનુરોધ સાથે રાઉન્ડમાં ઉભા રહી દર્શન કરવા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે મહત્વનું છે કે વાઇરસ વયવૃદ્ધ અને બાળકો પર વધારે અસર કરતો હોઇ મંદિરમાં બાળકોને લઈ જવા પર મનાઈ ફરમાવાઈ છે સાથે જ માતાજીને અર્પણ કરવા લાવવામાં આવેલ ચૂંદડી કે પ્રસાદ બહાર મુખ્ય દરવાજો મુકવી દેવામાં આવશે તો કોઈ પણ દર્શનાર્થીને માતાજીની મૂર્તિ સુધી જવા અનુમતિ નહિ અપાય.

બહુચરાજી મંદિરમાં દરવર્ષે માતાજીની નવરાત્રીનો નજારો કઈક અનેરો હોય છે જેમાં માતાજીના ચાચર ચોકમાં રોજ રાસ ગરબા અને સેવા ભક્તિનો દરેક દર્શનાર્થીઓને લાહવો મળતો હોય છે જીકે આ વખતે કોરોના મહામારીને પગલે પૂજારી ગણ દ્વારા માતાજીની આરતી સેવાપૂજા અને યજ્ઞ કરવામાં આવનાર છે
કોરોનાને ધ્યાને રાખી બહુચરાજી માતાજી મંદિર સંસ્થાને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરતા આ વખતે નવરાત્રી મહોત્સવમાં ફેરફાર કર્યો છે ત્યારે આ નિર્ણયને શ્રદ્ધાળુઓ પણ મન આપી રહ્યા છે સાથે તેઓ દરવર્ષે થતા માતાજીના નવરાત્રના દિવસોને આજે યાદ કરી રહ્યા છે.

બહુચરાજી માતાજી મંદિરમાં બાળકોનું મુંડન બબરી વગેરે જેવી માન્યતાઓ પરંપરાગત યોજાતી હોય છે જોકે વાઇરસને જોતા મંદિરમાં દર્શન સિવાયની તમામ ગતિવિધિ બંધ રાખવામાં આવી છે જેને પગલે મંદિર બહાર દુકામાં માતાજીની ચૂંદળી પ્રસાદનો વેપાર કરતા વેપારીઓ પણ આ વખતે વેઓરમાં મંદીનો અનુભવ કરી રહ્યા છે સાથે જ તેઓ વાયરસની મહામારી સમયે મંદિર ટ્રસ્ટના નીતિનિયમોને યોગ્ય ગણાવી રહ્યા છે જોકે મંદિરમાં દેશનના સમયમાં વધારો કરાય તો દૂર થી આવતા દર્શનાર્થીઓને યોગ્ય દર્શનની વ્યવસ્થા મળી શકે તેવું વેપરીઓ માની રહ્યા છે.

IMG_20201017_182719.jpg

Right Click Disabled!