રાજકોટ હોસ્પિટલમાં ડોકટર બની મહિલા કર્મીની છેડતી કરતા શખ્સને ઝડપી લીધો

રાજકોટ હોસ્પિટલમાં ડોકટર બની મહિલા કર્મીની છેડતી કરતા શખ્સને ઝડપી લીધો
Spread the love

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી મહિલાને છેલ્લા ૧૫ દિવસથી ડોકટર હિરેન તરીકે ઓળખ આપી શખ્સ પજવણી કરતો હતો. જે અંગે તેણીએ પ્ર.નગર પોલીસ મથકમાં અરજી કરી હતી. હું તારા વિના નહી રહી શકું, તુ મને નહી મળે તો હુ એસિડ પી જઈશ અને તારૂ નામ લખતો જાઈશ તેવી ધમકી આપતો હતો તથા મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં પણ ફરિયાદ કર્યાનું જણાવ્યું છે.

પોલીસ પૂછપરછમાં તેણે પોતાનું નામ હિરેન નાથાભાઈ આહિર હોવાનું જણાવ્યું હતું. અને પોલીસ સમક્ષ પણ પોતે ઓર્થોપેડીક વિભાગમાં તબીબ હોવાનું અને PDU હોસ્ટેલમાં રહેતો હોવાનું જણાવેલું ત્યારબાદ જાગનાથ પ્લોટમાં રહેતો હોવાનું ફરતું ફરતું બોલતો હતો. જો કે તે ડોકટર હોવાની વાતમાં જરા પણ તથ્ય જણાતું ન હતું. અને હોસ્પિટલમાં પણ કોઈ તેને ઓળખતું ન હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201020-WA0023.jpg

Right Click Disabled!