જૂનાગઢ અને મેંદરડા ખાતે આત્મનિર્ભર પેકેજ અંતર્ગત લાભાર્થીઓને મંજૂરી હુકમો અપાશે

Spread the love
  • બાગાયત તથા કૃષિ સહાય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : આત્મનિર્ભર પેકેજ અંતર્ગત બાગાયત અને ખેડૂત લાભાર્થીઓને તારીખ ૨૬/૯/૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે પટેલ સમાજ મેંદરડા ખાતે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર પટેલ સભાગૃહમાં મંજૂરી હુકમો અપાશે. સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત મેંદરડા અને જૂનાગઢ ખાતે બાગાયત તથા કૃષિ સહાય યોજનાના લોકાર્પણ સાથે મંજૂરી હુકમો અપાશે. આ તકે એવોર્ડ વિજેતા ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે. મેંદરડા ખાતે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા તેમજ જૂનાગઢ ખાતે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા અને ધારાસભ્ય દેવાભાઈ માલમ ઉપસ્થિત રહેશે.

આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાના પાલન સાથે યોજાનારા કાર્યક્રમમાં બાગાયત ખાતાની ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારો ને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવાની અને ખેતીવાડી ખાતાની હેન્ડ ટુલ કીટ તથા કાંટાળી વાડની નવી યોજનાના મંજૂરી હુકમો અપાશે. તેમ નાયબ બાગાયત નિયામક જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!