ઉમરપાડા તાલુકાને 131.82 લાખના ખર્ચે ઉદ્વવહન સિંચાઈ યોજનાનો લાભ

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાને આયોજન મંડળ અને શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન ફેઝ-૨ માં ઉદ્વવહન સિંચાઈ યોજના હેઠળ બનાવાયા છે. જેનો મુખ્ય આદિવાસી ખેડૂતોને સિંચાઈની સુવિધા પુરી પાડવાનો છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂા.૧૩૧.૮૨ લાખના ખર્ચે નવ યોજનાઓ તૈયારી કરી આદિવાસી ખેડૂતોને સુપરત કરવામાં આવી છે. જેના થકી ૮૦ હેકટર જમીનને સિંચાઈની સુવિધા મળી છે એમ, સુરત જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સૂરત)
