માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલની મુલાકાતે ભક્તિગિરીજી અને ઇશ્વરપુરિજી

માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલની મુલાકાતે ભક્તિગિરીજી અને ઇશ્વરપુરિજી
Spread the love

ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલની મુલાકાતે ષડદર્શનાચાર્ય વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરીજી માતાજી સત્ય નારાયણ આશ્રમ દામનગર સિહોર તાલુકાના શામપુરા નારાયણ આશ્રમના મહંત પૂજ્ય ઇશ્વરપુરીજી માતાજી પધારતા ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા સાહેબ સહિતના ટ્રસ્ટી શ્રી ઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

માનવ સેવા ટ્રસ્ટની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલની ઉત્તમોત્તમ સેવાથી ખૂબ પ્રભાવિત થતા સતી રત્નોને દરેક વિભાગોમાં થતી સેવા સારવાર ભોજન પ્રસાદની વ્યવસ્થાઓથી અવગત કર્યા હતા એક સિદ્ધ સંત શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજીની દુરંદેશીએ સેવારત ગરીબ ગુરબા ઓની સેવા માટે વિના મૂલ્યે ચાલતા આરોગ્ય ધામ સંકુલની સ્વચ્છતા અને મિત ભાષી સૌમ્ય વહેવાર દર્દી નારાયણોની અડધી પીડા તો હોસ્પિટલ સંકુલ માં પ્રવેશતાજ દૂર થઈ જાય બંને સતી રત્નો માનવ સેવા ટ્રસ્ટની આરોગ્ય સેવાથી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20210125-WA0003.jpg

Right Click Disabled!