ભરૂચ હાઇવે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

ભરૂચ હાઇવે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ
Spread the love

રાજ્યના તમામ રસ્તાઓ તૂટી ગયા છે. એમા પણ અનેક રસ્તાઓ પર તો તંત્રએ થીંગડા મારવાની પણ તસ્દી નથી લીધી. આ કારણે ફરી એકવાર ભરૂચ નજીક ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. એક બે કિલોમીટર નહીં પરંતુ અહીં 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. બીસ્માર હાઇવેને કારણે આ ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ દરમિયાન ઇમરજન્સી કામ માટે નીકળેલા અનેક લોકો અટવાયા હતા. અનેક લોકોએ આ અંગે મીડિયા સામે બળાપો પણ કાઢ્યો હતો. ટ્રાફિકજામને કારણે રસ્તા પર ટ્રક સહિતના વાહનોની લાંબી લાઇનો લાગી હતી. અનેક લોકોએ બળાપો કાઢતા કહ્યુ હતું કે તેઓ કલાકોથી રસ્તા પર જ વાહન લઈને ઊભા છે.

ઓર્ડરની ડિલિવરી હોવાથી તેમને માલિકો તરફથી સતત ફોન આવી રહ્યા છે. આ ઉપરાત ટ્રક ડ્રાઇવરોએ ટ્રાફિકજામમાં ફસાયા હોવાથી ખાવા અને પીવા માટે પણ કંઈ ન હોવાની ફરિયાદો કરી હતી. મળતી માહિતી પ્રમાણે વરસાદને કારણે હાઇવે પર ઠેરઠેર ખાડા પડી ગયા હોવાથી અહીં છાસવારે ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થાય છે. સવારથી જ નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચથી ઝંઘાર સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. એવી પણ માહિતી મળી છે કે સરદાર બ્રિજ પર મોટા ખાડા પડી ગયા હોવાથી આ ટ્રાફિકજામ થયો હતો. અહીં કલાકો સુધી વાહનચાલકો રસ્તા વચ્ચે જ અટવાયા હતા

1600943733-052.jpg

Right Click Disabled!