ગુજરાતના તમામ કલાકારોને સહાય આપવા રજૂઆત કરતાં ભાવનાબેન ગોંડલીયા

ગુજરાતના તમામ કલાકારોને સહાય આપવા રજૂઆત કરતાં ભાવનાબેન ગોંડલીયા
Spread the love

રાજ્ય માં તમામ સાંસ્કૃતિક કાર્યક્રમ બંધ થતાં લાખો કલાકારો બેરોજગારી નો ભોગ બન્યા છે કોરોનાની મહામારી ચાલી રહી છે એવા સમયે લોકડાઉન ખુલ્યા પછી પણ સાંસ્કૃતિક કાર્યક્રમોને મેળાવડા જેવા આયોજનો બંધ છે ગુજરાતના લાખો કલાકારો ધંધા-રોજગાર વગર પરેશાન થઈ રહ્યા છે આ કલાકારોને સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરે આર્થિક મદદ કરવા સરકારશ્રીના પત્ર પાઠવી માંગણી કરતા ભાવનાબેન ગોંડલીયા એ જણાવ્યું છે કે હાલમાં સરકારશ્રીએ કર્મકાંડ કરતા બ્રાહ્મણો તેમજ પૂજારીઓને રાહત પેકેજ જાહેર કર્યું છે તે આવકાર્ય છે સાથોસાથ સાતમ આઠમ ના મેળા સાંસ્કૃતિક મેળાઓ ગણપતિ ઉત્સવ જેવા એક પણ કાર્યક્રમો ના આયોજનો થયા નથી એવા સમયે જિલ્લાના લાખો કલાકારો કરો બેરોજગારી નો ભોગ બન્યા છે તો કલાકારોને પણ આર્થિક સહયોગ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે.

પ્રોફેશનલ રીતે સંસ્કૃતિને જીવંત રાખવા કામ કરતા કલાકારો બીજા વ્યવસાયથી ધીમો હોય છે કોરોનાની મહામારી વચ્ચે નવા ધંધા રોજગારો કરવા માટે કલાકારો પાસે મૂડી નથી તેમજ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ચાલુ ધંધાઓ પણ મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે નવા ધંધા ની અંદર કલાકારો સફળ ન થઈ શકે ખૂબ જ કરુણતા ની વાત એ છે તે દેશની સંસ્કૃતિને જીવંત રાખવા માટે રાતદિવસ ઉજાગરા કરીને લોકો સમક્ષ ઇતિહાસને રજૂ કરતાં પોતાના કંઠને લોકોના મનોરંજન માટે ન્યોછાવર કરનાર કલાકાર આજે બેકારીના ભરડામાં મૂંઝાઈ ગયો છે તો સરકાર શ્રી દ્વારા સહાય આપવામાં આવે તો ખરેખર સંવેદનશીલ સરકાર ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો તેમજ સમગ્ર સરકારનો કાયમી ઋણ અદા કરી શકાય.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG_20200921_205116.jpg

Right Click Disabled!