ડભોઇ-બોડેલી રોડ પર બસે ટક્કર મારતા બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું

ડભોઇ-બોડેલી રોડ પર બસે ટક્કર મારતા બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું
Spread the love

ડભોઇ બોડેલી રોડ ઉપર ગતરોજ પણસોલી ગામ પાસે એસટી બસે બાઈક ચાલક ને ટક્કર મારતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો જેમાં બાઈકચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. માહિતી મળ્યા મુજબ ગતરોજ ૧ વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવતી એસટી બસ જીજે-૧૮-ઝેડ-૦૪૫૧ના ચાલકે સામેથી આવતી બાઈક એમપી-૧૦-બીએ-૨૬૧૮ના ચાલક સુવેરસિંગ ગુલાબસિંહ ભુરિયા તથા તેની પાછળ બેસેલા ચુનીલાલ જુવાનસિંગ ભુરિયાનાઓને ટક્કર મારતા ચાલક સવારસિંગના જમણો પગ તૂટી ગયો હતો અને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તેમજ મોટરસાઇકલ પાછળ બેસેલા ચુનીલાલ ભુરિયાનાઓને પણ પગે તથા શરીર ઉપર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અને એસટી બસ ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો આ બનાવની જાણ પોલીસને થતા આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

IMG-20201023-WA0005.jpg

Right Click Disabled!