અબજોની જમીન નજીવા ભાવે સરકારે મળતીયામાં લુંટાવી દીધી

અબજોની જમીન નજીવા ભાવે સરકારે મળતીયામાં લુંટાવી દીધી
Spread the love

કોંગ્રકચ્છમાં અબડાસા બેઠક પર થઈ રહેલી ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ રાજ્ય સરકારની આકરી ટીકાઓ કરતાં કહ્યું હતું કે કચ્છની અબજો રૂપિયાની જમીન 1 રૂપિયાથી 15 રૂપિયાના નજીવા ભાવે ભાજપ સરકારે તેમના મળતીયા કંપનીઓને લુંટાવી દીધી. સરકારી પડતર, ખરાબો, ગૌચરની લાખો એકર જમીન પાણીના ભાવે પોતાની મળતીયા કંપનીઓને પધરાવી દીધી.

આવા અનેક કૌભાંડો-ભ્રષ્ટાચારથી એકઠા કારેલ કરોડો રૂપિયા ધારાસભ્યોને ખરીદવા છેલ્લા ઘણા સમયથી ઉપયોગ થઈ રહ્યો છે.રાજ્ય સરકારે 5223 જેટલી સરકારી શાળાઓને તાળા માર્યામનિષ દોશીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકારે દેશના ગરીબ –સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો જ્યારે ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની સરકારી સ્કૂલોને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી છે.

ભાજપ સરકાર ઓછી સંખ્યાના નામે ગુજરાતમાં 5223 જેટલી સરકારી સ્કૂલોને તાળા મારી રહી છે. ગુજરાતમાં 20000 ઓરડાની પ્રાથમિક સ્કૂલોમાં ઘટ છે જેમાં કચ્છમાં 568 શાળાઓ ઓરડાની ઘટ છે. રાજ્યમાં ટેટ-ટાટ, એલઆરડી, ગ્રામ સેવક, તલાટી, બિનસચિવાલય કલાર્ક, આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર સહિતની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, પેપર ફુંટવા, લાખો રૂપિયાની લેવડદેવડ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે.

“બેટી બચાવો”નું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત?મનિષ દોશીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કરતાં કહ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનાં અહેવાલમાં ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની મહિલા-દીકરીઓની સુરક્ષાના દાવાની પોલ ખોલી નાખી છે.ગુજરાતમાં દરરોજ ત્રણ મહિલા-દીકરીઓ બળાત્કારનો ભોગ બને છે

જે શરમજનક બાબત અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 2720 જેટલા બળાત્કારની ઘટના થઈ જે દર્શાવે છે કે ભાજપ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. ક્રાઇમ રેકર્ડ બ્યૂરો અહેવાલ મુજબ અમદાવાદમાં બળાત્કારની ઘટનાઓમાં 22 ટકા જ્યારે સુરતની ઘટનાઓમાં 42 ટકા જેટલાઓ વધારો થયો છે.

નલિયાકાંડ, જામનગર,જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ આંધળી-બેહરી ભાજપ સરકાર કોઈ સખત પગલાં ભરવાની જગ્યાએ માત્ર કાગળ પર કાર્યવાહી કરી સંતોષ કેમ માને છે? મહિલાઓ-દીકરીઓની છેડતીની ઘટનાઓનો પણ મોટો વધારો થયો છે. ગુજરાતમાં 1048 જેટલી છેડતી- 5897 અપહરણ જેવી ગંભીર ઘટનાથી સ્પષ્ટ થાય છે સલામત ગુજરાતના વાયદા કરતી ભાજપ સરકાર માં મહિલાઓ -દીકરીઓ અસલામત બની છે.ભાજપ સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે

મનિષ દોશીએ કહ્યું હતું કે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાથી ખેડૂત ખેતી અને હિન્દુસ્તાન બરબાદ થશે. ચૂંટણી પ્રચારમાં ખેડૂતની આવક બમણી કરવા ટેકાના ભાવ દોઢ ગણા કરવાનું વચન આપનાર ભાજપ સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પહેલેથી જ આર્થિક રીતે ખુબ મોટુ નુકસાન ગુજરાતના ખેડૂત – ખેતી ભોગવી રહ્યાં છે

ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા વિમા યોજના બની ગઈ છે.

ખાનગી વિમા કંપનીઓએ કુલ 2822 કરોડ જેટલી માતબર રકમ ખેડૂત પાસેથી પ્રિમિયમ પેટે વસૂલ કરી જેમાંથી માત્ર 40 ટકા જેટલી રકમ વળતર પેટે ચૂકવવામાં આવી. બિયારણ કૌભાંડ, મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ, ખાતર કૌભાંડ, પાકવીમા કૌભાંડ, જમીન માપણી કૌભાંડ, સહિતના અનેક ભ્રષ્ટાચારને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો છે.

Di29tFmh.jpg

Right Click Disabled!