BJPને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, હવે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ કોરોનાગ્રસ્ત

રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે એક પછી એક રાજનેતાઓ પણ તેની ઝપટમાં આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને કોરોના થયો છે. આપને જણાવી દઇએ કે, સી.આર.પાટીલ છેલ્લા ઘણા સમયથી રાજ્યની યાત્રા પર હતા. મળી રહેલી માહિતી અનુસાર તેમને અપોલો હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જાણકારી સામે આવી હતી કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં કાર્યક્રમમાં જોડાયેલા એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ સૌરાષ્ટ્ર ભાજપનાં નેતાઓ સંક્રમિત થયા હતા અને હવે પોતે સી.આર.પાટીલ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. હાલની પરિસ્થિતિને જોતા કહી શકાય કે, ભાજપને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે.
