નગરપાલિકામાં ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરિફ

નગરપાલિકામાં ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરિફ
Spread the love

આણંદ માસથી રાજકીય ગરમાવામાં કેન્દ્રસ્થાને રહેલ કરમસદ નગરપાલિકાના ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને કરમસદ નગરપાલિકાના હોલ ખાતે યોજાઈ હતી. જેમાં ભાજપના કૃતિકાબેન સૌમિલભાઈ પટેલ બીનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા ઉપપ્રમુખપદે કૃતિકાબેન વિજેતા જાહેર થતા.

તેઓના સમર્થકોએ વિજયને વધાવી લીધો હતો.સરદાર સાહેબના માદરે વતન કરમસદની નગરપાલિકાના ઉપપ્રમુખ પદની ચૂંટણીનો મુદ્દો છેલ્લા એક માસથી ભારે વિવાદમાં રહ્યો હતો. ગત તા. ૨૪ ઓગસ્ટના રોજ કરમસદ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં ભાજપ તરફથી કૃતિકાબેન પટેલના નામનો વ્હીપ આપવામાં આવ્યો હોવા છતા કેટલાક સભ્યોએ વ્હીપનો અનાદર કરી દર્શનાબેન પટેલને ઉપપ્રમુખપદે ચૂંટી કાઢ્યા હતા.

જો કે બાદમાં દર્શનાબેન પટેલે રાજીનામું આપતા પ્રાંત અધિકારી જે. સી. દલાલના અધ્યક્ષસ્થાને ઉપપ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ દ્વારા પુનઃ એકવાર કૃતિકાબેન સૌમિલભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો કૃતિકાબેન પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી દરમ્યાન અન્ય કોઈ ઉમેદવારીપત્ર રજૂ ન થતા ચૂંટણી અધિકારીએ ઉપપ્રમુખપદે કૃતિકાબેન પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.

ઉપપ્રમુખપદે કૃતિકાબેનના નામની મહોર વાગતા તેઓના સમર્થકોએ ચીચીયારીઓ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો બીજી તરફ અગાઉ બળવાખોર પંદર સભ્યો દ્વારા ઉપપ્રમુખપદે જેના નામ માટે વ્હીપનો અનાદર કરાયો હતો તે જ ઉમેદવાર બિનહરીફ ઉપપ્રમુખપદ માટે ચૂંટાતા બળવાખોર સભ્યોના પેટમાં તેલ રેડાયું હોવાની ચર્ચાઓ અંદરખાને જોરશોરથી ચર્ચાતી સાંભળવા મળી હતી.

content_image_e5a2e3c1-ee75-43ec-af8e-799b18e12905.jpg

Right Click Disabled!