માંગરોળ તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની 19 બેઠકો ભાજપે કબ્જે કરી

માંગરોળ તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની 19 બેઠકો ભાજપે કબ્જે કરી
Spread the love

માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની 5 બેઠકોમાંથી 5 બેઠકોનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.આ 5 બેઠકોમાં માંગરોળ, ઝંખવાવ, કોસંબા, પીપોદરા,નાનીનરોલી બેઠકોનો સમાવેશ થાય છે. અને આ 5 બેઠકો ભાજપે કબ્જે કરી છે..ઝંખવાવ જિલ્લા પંચાયત ઉપર દિનેશભાઇ સુરતી, નાની નરોલી બેઠક ઉપર અફઝલખાન પઠાણનો સમાવેશ થાય છે. જ્યારે માંગરોળ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાં થી 19 બેઠકો ભાજપે કબ્જે કરી છે.

જેમાં ઝંખવાવમાં નસીમબાનું કડીવાલા, લીબાડામાં ભરત ભાઈ પટેલ, વાંકલમાં ડોક્ટર યુવરાજ સિંહ સોનારીયા, વેરકુઈમાં ચંદનબેન ગામીત, કોસાડી માં મીનાક્ષીબેન વસાવા નો સમાવેશ થાય છે. જ્યારે માત્ર 5 બેઠકો કોંગ્રેસને મળી છે.એમાં માંગરોળમાં મોહનભાઇ કટા રીયા,ઉપરાંત મોસાલી અને કોસંબાની બે બેઠકોનો સમાવેશ થાય છે..તેવી જ રીતે ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો ધાણાવડ અને વાડી અને તાલુકા પંચાયતની 16 બેઠકો ભાજપે કબ્જે કરી, ઉમર પાડા તાલુકા પંચાયતને ભજપે કોગ્રેસ મુક્ત કરી દીધી છે.

રિપોર્ટર:નઝીર પાંડોર-( માંગરોળ-સુુુરત)

1614690168622.jpg

Right Click Disabled!