વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસનો ભરતી મેળો

વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસનો ભરતી મેળો
Spread the love

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તૈયારીના ભાગરૃપે ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપતાં તેમની ખાલી પડેલી જગ્યા માટે તા.૨૯મી સપ્ટેમ્બરે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પેટાચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરજણ અને શિનોર તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતો તેમજ કોરોનાના મુદ્દે લોકો વચ્ચે જઇને સરકારની નીતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે ભાજપ દ્વારા ખેડૂતોના શુગરના બાકી રૃપિયા ચૂકવી ખેડૂત યોજનાઓના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આવા માહોલ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કાર્યકરોને પક્ષમાં જોડવાની ઝુંબેશ શરૃ કરવામાં આવી છે.પ્રદેશ કોંગ્રેસના એક આગેવાનના જણાવ્યા પ્રમાણે, કાર્યકરોનો ઓનલાઇન રજિસ્ટ્રેશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે સ્થાનિક મુદ્દાને મહત્વ આપી રહ્યા છીએ. તો બીજીતરફ ભાજપે આજે પ્રદેશ મહામંત્રીની હાજરીમાં કોંગ્રેસના ૨૦૦ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.આ પૈકીના મોટાભાગના કાર્યકરો ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યના ટેકેદારો છે.

content_image_42c074b7-22c7-457c-81dc-3911b22ac8a8.jpg

Right Click Disabled!