ભાજપે શરૂ કર્યું “એક મુઠ્ઠી ચોખા” અભિયાન

ભાજપે શરૂ કર્યું “એક મુઠ્ઠી ચોખા” અભિયાન
Spread the love

નવી દિલ્હી: ભાજપનો આ નવતર પ્રયોગ? પશ્ચિમ બંગાળને મમતા શાસનથી આઝાદ કરાવવા માટે ભાજપા દ્વારા ઝંઝાવાતી આક્રમક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લામાંથી પાર્ટીના ‘એક મુઠી ચોખા અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યા છે થોડા દિવસો પહેલા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા પર હુમલો થયા બાદ તેઓ પહેલીવાર બંગાળ પ્રવાસે છે ત્યારે નડ્ડાની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી છે. ભાજપાના અભિયાનની વાત કરીએ તો, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા જગદાનંદપુર ગામમાં ઘરે-ઘરે જઈને મુઠ્ઠીભર ચોખા સંગ્રહ અભિયાન શરૂ કરશે.

તેઓ બર્ધમાન જિલ્લામાં ખેડૂતો સાથે દિવસ વિતાવશે આ કાર્યક્રમ અંતર્ગત પક્ષ 2021 વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના 73 લાખ ખેડુતોના ઘરે ઘરે પહોંચશે. ભાજપના નેતાઓ કહે છે કે એક મુઠી ચોખા સંગ્રહ અભિયાન ભાજપ પ્રત્યેની ખેડુતોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જગદાનંદપુર ગામમાં ખેડૂત પરિવારના ઘરે નડ્ડા ભોજન લેશે. ભાજપનો એક મુઠ્ઠી ચોખા કાર્યક્રમ શું છે?ભાજપ જાન્યુઆરી મહિનાને ખેડૂત સુરક્ષા માસ તરીકે મનાવી રહ્યું છે. તેમાં ભાજપના કાર્યકર્તાના 23 જિલ્લાના 48 હજાર ગામમાં જશે.

જ્યાં દરેક ખેડૂત પરિવારમાંથી એક મુઠ્ઠી ચોખા લાવશે. તેની સાથે જ 9 જાન્યુઆરી થી 24 જાન્યુઆરી સુધી ભાજપના નેતા રાજ્યના અલગ અલગ જિલ્લામાં ખેડૂત રેલી કરશે. તેમા ખેડૂતોને મોદી સરકારના કિસાન કાર્યક્રમ અંગે માહિતી આપશે. સાથો સાથ જમા થયેલા ચોખામાંથી ભોજનનું આયોજન થશે. તેમાં ભાજપના નેતા કાર્યકર્તા અને ખેડૂત એક સાથે બેસીને જમશે આ કાર્યક્રમની શરૂઆત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કરશે.

WhatsApp-Image-2021-01-09-at-12.16.42-PM-750x450.jpg

Right Click Disabled!