ભાજપની આબરૂનો સરાજાહેર ઢંઢેરો પિટાયો : સત્તાધીશોને જગાડવા નગરસેવિકાએ ઢોલ વગાડયો

ભાજપની આબરૂનો સરાજાહેર ઢંઢેરો પિટાયો : સત્તાધીશોને જગાડવા નગરસેવિકાએ ઢોલ વગાડયો
Spread the love
  • નવાગામ ઘેડમાં ૧૫-૧૫ દિવસથી નળમાં ગંદુ પાણી આવી રહ્યું છે

જામનગર નવાગામ ઘેડમાં નળ વાટે ગટરનું ગંદુ પાણી આવતા ભાજપના નગરસેવિકા ઢોલ વગાડી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો. પંદર દિવસથી ચાલી આવતી ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા અને રજૂઆત અધિકારીઓ ઘોળીને પી જતા મનપાના પટાંગણમાં ઢોલ પીટયા હતા. જામનગર નવાગામ-ઘેડના મધુવન સોસાયટીમાં પંદર દિવસથી મળ વાટે ભૂગર્ભ ગટરના ગંદા પાણીનું વિતરણ થઈ રહ્યું છે.  આ અંગે રજૂઆત કરવા છતાં મનપાના તંત્ર દ્વારા દાદ આપવામાં નહીં આવતા આખરે મંગળવારે આ વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા સાથે ઢોલ વગાડતા મનપાની કચેરીએ પહોંચ્યા હતા.

મહાનગરપાલિકાના શાસકોની ઊંઘ ઉડાડવા પ્રયાસ કર્યો હતો. જ્યાં તેની મહાનગરપાલિકા પટાંગણ ઉપરાંત કમિશનર કાર્યાલયમાં ઢોલ વગાડી સતાધીશો અને અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે, મનપાના અધિકારી એમ કહે છે કે, આ વિસ્તારમાં અગાઉ ભૂગર્ભ ગટરનું નબળું કામ થયું છે તેનો ભોગ બનવું પડ્યું છે. આથી ફોલ્ટ મળતો નથી. હવે તમામ કામગીરી બીજી વખત કરવી પડે તેમ છે.

– રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20201021-110957_Divya-Bhaskar2.jpg

Right Click Disabled!