જૂનાગઢ મનપા દ્રારા ધનવંતરી કિલીનીક દર્દિઓ માટે આશીર્વાદરૂપ

જૂનાગઢ મનપા દ્રારા ધનવંતરી કિલીનીક દર્દિઓ માટે આશીર્વાદરૂપ
Spread the love

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકા દ્રારા હાલ શહેરમાં પાંચ ધનવંતરી કિલનીકો કાર્યરત છે. જેમાં લોકોને તાવ, શરદીની પ્રાથમીક તપાસ તેમજ આર્યુવેદીક અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ સહિતની સારવાર આપવામાં આવી રહી છે. આ ધન્વંતરી કિલીનીક શહેરના વિવિધ વિસ્તારોમાં સવારે ૯ થી ૧ અને બપોર બાદ ૪ થી ૬ ખુલ્લા રહે છે. ધનવંતરી કિલનીક પર આવતા લોકોને કોરોનાથી બચવાના ઉપાયો સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપવવામાં આવે છે. અહી કોરોના ટેસ્ટ સહિતની કામગીરી કરવામાં આવે છે. તેમ હેલ્થ ઓફિસર ડો.રવિ ડેડાણીયા જણાવે છે.

જૂનાગઢ વોર્ડ નં-૭માં આવેલ નોબલ નગર, નોબલ સ્કુલની બાજુમાં સ્ટાર પ્‍લેટીનમ કોમ્પલેક્ષ, પહેલા માળ, મધુરમ, વંથલી રોડ, સુખનાથ ચોક ભરતનો ડેલો, અલ્ટ્રા પ્રાયમરી સ્કુલ ભાટિયા ધર્મશાળા રોડ, અને વોર્ડ નં-૧૫માં લીરબાઇપરા, લીરબાઇમાના મંદિર સામે હાલ કાર્યરત છે. ધન્વંતરી કિલનીકનો સોમવાર થી શનિવાર સવારે ૯ થી ૧ સુધી, અને સાંજે ૪ થી ૬ કલાક સુધી લોકો લાભ લઇ શકશે. જૂનાગઢ મનપા દ્રારા લોકોને પોતાના વિસ્તારની નજીક સારવાર થઇ શકે એ માટે ધનવંતરી કિલનીકની શરૂ કરવામાં આવ્યા છે.

ધન્વંતરી કિલનીકમાં લોકોને તાવ,શરદી,ઉધરસને લગતા પ્રાથમિક તપાસ, સારવાર અને રોગપ્રતિકારક શક્તિ વધારતી આર્યુવેદીક દવા હોમિયોપેથીક દવાઓનું વિતરણ, કોવિડ-૧૯ લક્ષણો જણાતા તેની સ્થળ પર લેબોરેટરી સારવાર, ટેસ્ટ કરતા પોઝીટીવ આવેલ ગંભીર ના હોય તેવા દર્દીઓલની ધરબેઠા સહિતની સારવાર આપવામાં આવી રહી છે. તેમ ડો. રવિ ડેડાણીયા એ વધુમાં જણાવેલ છે

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
.

dhnawantri-1.jpg

Right Click Disabled!