સુરતમાં “સેવા સપ્તાહ” દરમિયાન રકતદાન શિબિર

સુરતમાં “સેવા સપ્તાહ” દરમિયાન રકતદાન શિબિર
Spread the love

વોર્ડ નંબર ૧૦ના કોર્પોરેટર અનિલભાઈ બિસ્કીટવાલાએ પણ રકતદાન કર્યું હતું. વિશ્ર્વનેતા, સર્વાધિક લોકલાડીલા અને યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરેલ “સેવા સપ્તાહ” દરમિયાન ૧૬૭, પશ્રિમ વિધાનસભાના સમાવિષ્ટ ઈલેકશન વોર્ડ નંબર ૧૦ અડાજણ-ગોરાટના યુવા મોરચા દ્વારા રકતદાન શિબિર યોજાયેલ.

જેમાં કુલ ૭૦ બોટલ રકત એકત્રિત થયેલ હતી જેમાં ધારાસભ્ય પૂર્ણેશમોદી દ્વારા પ્રમાણ પત્ર એ.વી.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી શાનિલભાઈ પટેલ દ્વારા સ્મૃતિ ભેટ અને શ્રી સુરતી મોઢ વણિક અડાજણ રાંદેર યુવક મંડળ દ્વારા થેલી કેરીબેગ રકતદાન કરનાર રકતદાતાઓનો ઉત્સાહ વધારવા આપવામાં આવેલ.આ કાર્યક્રમને સફળતા બક્ષવા કોર્પોરેટર અનિલભાઈ બિસ્કીટવાલાએ આ વર્ષે શિબિરમાં ફરીવાર રકતદાન કર્યું હતું.

અને તેઓએ સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ મિત્રો વોર્ડના સંગઠન કારોબારીના મિત્રો વોર્ડના સક્રિય કાર્યકર મિત્રો યુવા મોર્ચાના મિત્રો અને બુથના કાર્યકર્તા મિત્રોનો શબ્દોથી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતોઆ કાર્યક્રમમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિતીનભાઈ ભજીયાવાલા ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહીને ઉત્સાહ વધાર્યો હતો.

2f5243dd-1fc2-4ce1-8508-cfe53bce657c.jpg

Right Click Disabled!