માણાવદરના જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

માણાવદરના જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો
Spread the love
  • બહોળી સંખ્યામાં રકતદાતા ઉમટી પડયા

પ્રવર્તમાન સમયમાં કોરોના જેવી મહામારીના પ્રકોપ ને કારણે આ રોગનો ભોગ બનનાર વ્યક્તિ ને જરૂર જણાયે સારવાર દરમિયાન લોહીની જરૂર પડે તો તે આસાનીથી ઉપલબ્ધ થઈ શકે તે માટે માણાવદર ની સંસ્થા કે જેમણે માનવસેવાને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે અને માનવને સહાય ભૂત થવા દરેક પ્રકારના સેવાકીય કાર્યા જેમના નેજા હેઠળ ચાલી રહયા છે તેવા જલારામ સેવા ટ્રસ્ટ અને જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે આજે જલારામ મંદિરના સાંનિધ્યમાં એક રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં અસંખ્ય રકતદાતાઓએ સ્વેચ્છાએ પોતાનું લોહી આપવા ઉમટી પડયા હતા.

આ કેમ્પમાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપી જૂનાગઢ જી.એસ.આર.ઇ.એસ.મેડિકલ કોલેજ અને હોસ્પિટલે માનવતાના દર્શન કરાવ્યા હતા. લોહોણા મહાજન અને રઘુવંશી મહિલા મંડળે કેમ્પને સફળ બનાવવા ખડે પગે રહી સક્રિય સેવાઓ આપી હતી આ રકતદાન કેમ્પ માં દરેક બ્લડ ડોનરને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા આકર્ષક ભેટ આપવામાં આવી હતી .જલારામ જયંતી ની ખરી સાચી રીતે કરેલી આ ઉજવણી ની લોકોમાં પ્રશંસા પામી હતી અને લોકો સ્વયંભૂ તેમને સત્કારવા દોડી ગયા હતા

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20201121-WA0012.jpg

Right Click Disabled!