ચવાયેલી નોટની લાળ પરથી પકડાયો લાંચિયો પોલીસ મયૂરસિંહ સોઢા

ચવાયેલી નોટની લાળ પરથી પકડાયો લાંચિયો પોલીસ મયૂરસિંહ સોઢા
Spread the love

ભુજમાં દેશી-દારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહીં કરવા માટે લાંચ માગી હતી, પણ એસીબી ટ્રેપની જાણ થતાં પોલીસ કૉન્સ્ટૅબલે રૂપિયા ચાવીને ગળી જવાનો પ્રયાસ કર્યો, પણ પકડાઈ ગયો દેશી-દારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહીં કરવા માટે ૪૦૦૦ રૂપિયાની લાંચ માગીને સ્વીકારતા પોલીસ કૉન્સ્ટેબલને એસીબીની ટ્રેપની જાણ થતા લાંચના રૂપિયા ચાવીને ગળી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડીએનએ પ્રોફાઇલ કરાવતા તેના રિપોર્ટમાં ચાવી ગયેલી ચલણી નોટો પરની લાળથી લાંચિયા પોલીસ કૉન્સ્ટેબલની ઓળખ થતા એસીબી પોલીસે તેની ધરપકડ કરી હતી.

પશ્ચિમ વાયોર પોલીસ સ્ટેશનના પોલીસ કૉન્સ્ટેબલ મયૂરસિંહ અજિતસિંહ સોઢાએ દેશી-દારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહીં કરવા માટે ૪૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. આ મુદ્દે ભુજમાં આવેલા એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં ગુનો નોંધીને તા. ૨૧-૦૭-૨૦૨૦ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમ્યાન પોલીસ કૉન્સ્ટેબલ મયૂરસિંહ સોઢાએ લાંચના નાણા સ્વીકાર્યા હતા પરંતુ એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતા પુરાવાનો નાશ કરવા માટે રૂપિયા ૪૦૦૦ની ચલણી નોટો પોતાના મોઢામાં મૂકીને ચાવી જઈને ગળી જવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ એસીબીની ટીમે સતર્કતા દર્શાવીને તબીબની હાજરીમાં ચવાઈ ગયેલી ચલણી નોટો રીકવર કરી હતી અને આ ચલણી નોટો સાથે પોલીસ કૉન્સ્ટેબલના ડીએનએ પ્રોફાઇલિંગની કાર્યવાહી હાથ ધરીને ગાંધીનગર એફએસએલમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. એફએસએલનો રિપોર્ટ આવ્યો હતો જેમાં એફએસએલ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું કે મોકલવામાં આવેલી કરન્સી નોટ પરની લાળ આરોપીના ડીએનએ પ્રોફાઇલ અંતર્ગત તેની જ હોવાની સાબિતી મળી છે. જેથી લાંચ માગીને સ્વીકારતા ઝડપાઈ ગયેલા પોલીસ કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.

0.jpg

Right Click Disabled!