રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીકા કરનાર ઉદ્યોગપતિને 18 વર્ષની સજા

રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીકા કરનાર ઉદ્યોગપતિને 18 વર્ષની સજા
Spread the love

ચીનના અગ્રણી કારોબારી રેન ઝિકિયાંગને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ 18 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. કેટલાક મહિના અગાઉ કોરોના વાયરસ સંકટનો સામનો કરવાને લઈ રાષ્ટ્રપતિ શી જિનપિંગની તેમણે ટીકા કરી હતી. હુઆયુઆન પ્રોપર્ટી કંપનીના ભૂતુપર્વ ચેરમેન રેન ઝિકિયાંગે 4 આરોપમાં પોતાની ભૂલ માની હતી. ત્યારબાદ તેમને આ સજા કરવામાં આવી હતી. આ ઉપરાંત રેન ઝિકિયાંગને ચીની રાષ્ટ્રપતિની ટીકા કરવા બદલ 4.2 મિલિયન યુઆનનો દંડ ભરવો પડશે. કોર્ટના અગાઉના ચુકાદામાં કહેવામાં આવ્યુ હતું કે 69 વર્ષિય રેને સ્વૈચ્છીક રીતે તથા દ્રઢતાથી તેમના તમામ ગુના સ્વીકાર્યા છે તથા કોર્ટના નિર્ણયને લઈ આગળ અપીલ નહીં કરે. ઝિકિયાંગ પર ભ્રષ્ટાચાર અને પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.

બેઇજિંગની ઈન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે કહ્યું કે ઝિકિયાંગે વર્ષ 2003થી 2017 દરમિયાન 132 મિલિયન યુઆનની લાંચ લેવાનો પણ આરોપ છે. રેન ઝિકિયાંગ માર્ચ, 2020માં રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીકા કરતો એક લેખ લખ્યા બાદ તેઓ ગુમ હતા. જોકે તેમણે પ્રત્યક્ષ રીતે તો જિનપિંગનું નામ લીધુ ન હતું પણ એવું માનવામાં આવે છે કે તેમના નિશાન પર જિનપિંગ જ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રેન ઝિકિયાંગને કમ્યુનિસ્ટ પાર્ટીના વિચારોનો વિરોધી માનવામાં આવે છે. રેન ઝિંકિયાંગે કોરોના વાઈરસની મહામારીને અંકૂશમાં લેવાને લઈ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર નિશાન તાક્યુ હતું. આ આર્ટીકલના પ્રકાશન બાદ ઝિકયાંગ પર સસ્પેક્ટેડ સીરિયલ ડિસીપ્લિનરી વાઈલેશન અંતર્ગત તપાસ શરૂ થઈ હતી.

china_1600781725.jpg

Right Click Disabled!