સરમત પાટિયા પાસે કારે બાઈકને અડફેટે લીધી, આધેડને ફેક્ચર સહિતની ઈજાઓ થઈ

Spread the love

જામનગર જિલ્લામાં આવેલ સરમત ગામના પાટિયા પાસે જીવાપર ગામે રહેતા અને ફેરીનો ધંધો કરતાં કરીમભાઈ રજબઅલી મિનસારી (ઉ.વ.૫૪) નામના આધેડ પોતાનું ટીવીએસ મોટરસાઇકલ જેના નંબર જીજે ૧૦ એમ ૧૫૦૯ લઈને જઈ રહ્યા હતા ત્યારે એક પુરઝડપે જઈ રહેલી આઈ ટેન કાર તેના નંબર જીજે ૦૩ કેપી ૪૨૬૫ના ચાલકે પોતાની કાર ચલાવી નીકળતા મોટર સાયકલને અડફેટે લીધી હતી જેમાં કરીમભાઈ બંને પગ, કમરના ભાગે તથા કરોડરજ્જુમાં ફ્રેકચર સહિતની ઈજા થઈ હતી.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!