CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ

CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ
Spread the love

1 થી 15 જુલાઇની વચ્ચે લેવાનાર CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ થઇ ગઇ છે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુરવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ વર્ષની ધોરણ 10 અને 12ની બાકીની પરીક્ષાઓ નહી લેવાય.આ પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇ વચ્ચે લેવાવાની હતી. ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે લામાં આવશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ ઇન્ટરનલ અસેસમેન્ટના આધારે માર્ક લેવા માટે તૈયાર થાય અથવા તો માહોલ યોગ્ય થાય ત્યારે લેવાનાર પરીક્ષામાં સામેલ થાય. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાએ પરીક્ષા લેવામાં અસમર્થતા દર્શાવતા સોગંદનામા આપ્યા છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની 1થી 15 જુલાઇએ યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.જણાવી દઈએ કે, બાકીની સીબીએસઈ બોર્ડની પરીક્ષા અંગે કેટલાક ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી મંગળવારે કોર્ટમાં થઈ હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અંતિમ નિર્ણય 25 જૂને બપોરે 2 વાગ્યા સુધીમાં આપવામાં આવશે.રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા પર થશે અસરઆ વર્ષે સીબીએસઈની બાકીની બચેલી પરીક્ષાઓમાં દેશભરના 31 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની હતી. જ્યારે સીબીએસઇએ બાકીની પરીક્ષા રદ કરી છે, તો બીજી બાજુ, તેની અસર તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓની પ્રવેશ પ્રક્રિયા તેમજ જેઇઇ મેઈન અને NEET 2020 સહિતની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા પર પડશે.

સપ્ટેમ્બરમાં શરૂ થશે સેશન
સીબીએસઈએ કોર્ટમાં કહ્યુકે, 12માં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પાછલી પરિક્ષાઓનાં આધાર પર કરવામાં આવશે અને ઓગષ્ટનાં મધ્ય સુધીમાં પરિણામ આપવામાં આવશે.

EXAM-D.jpg

Right Click Disabled!