જવાનપુરા ધામે ચેહર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી

જવાનપુરા ધામે ચેહર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી
Spread the love
  • હાઇવે નજીક ચેહર ભવાની મંદિર નિર્માણ પામશે

સરડોઈ : હિંમતનગર તાલુકાના જવાનપુરા ગામે વસંતપંચમીના દિવસે માં ચેહર ભવાનીનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ સાથે ઉજવાઈ ગયો આ પ્રસંગે માં ચેહર ના ઉપાસક જીગર ભુવાજી ના હસ્તે હાઇવે નજીક મંદિર નિર્માણ માટે ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું . ચામુંડા અવતારમાં ચેહરનું વસંત પંચમીના દિવસે પ્રાગટ્ય થયું હોવાથી સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓ સવારથી દર્શન માટે ઉમટી પડ્યા હતા.

જગત જનનીના મહોત્સવ ને ભુવાજી દ્વારા કેક કાપી વધાવવામાં આવ્યો હતો. દરવર્ષ ની જેમ ઉજવાયેલા પ્રાગટ્ય મહોત્સવમાં રબારી પ્રભાત ભાઈ પૂંજા ભાઈ ( રાજેન્દ્રનગર), રબારી અમીર ભાઈ (જવાનપુરા), રબારી અપૂર્વ (રાજેન્દ્રનગર), ચૌધરી કૌશિક, પ્રણામી ઘનશ્યામ ભાઈ, ગોસ્વામી અભિષેક આનંદ ગિરિ, રબારી કુલદીપ, ગોસ્વામી મિત, રબારી આદિત્ય, ચોધરી જીલ,(રાજેન્દ્રનગર) અને કેતન રબારી (જવાનપુરા) વગેરે ચેહર સેવકોના અમૂલ્ય સહયોગ મળ્યો હતો.

દિનેશ નાયક, સરડોઈ

IMG-20210216-WA0179.jpg

Right Click Disabled!