જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિનની ઉજવણી

જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિનની ઉજવણી
Spread the love

સમગ્ર ભારતભરમાં જુદા જુદા રાજ્યોમાં તેમજ કેન્દ્રીય પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા શહિદ પોલીસ અધિકારી/પોલીસ જવાનોના માનમાં 21મી ઓકટોબરના રોજ પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા પોલીસ અધિકારી/પોલીસ જવાનોને યાદ કરી, તેઓ તમામને શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા દિન નિમીતે કોમોરેશન પરેડ યોજવામાં આવેલ હતી.

આ પરેડ દરમિયાન તા. 01.09.2019 થી તા. 31.08.2020 દરમિયાન જે પોલીસ અધિકારીઓ/પોલીસ જવાનોના ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થયેલ હોય તેવા પોલીસ અધિકારી/પોલીસ જવાનોની યાદી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ, તે યાદીમાં દર્શાવેલ તમામ જવાનોને યાદ કરવામાં આવેલ હતાં. આ પોલીસ સંભારણા દિન નિમીતે શહિદ પોલીસ અધિકારી/પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી. આ સંભારણા દીન નિમિતે કોરોના કાળ દરમિયાન શહીદ થયેલ પોલીસ જવાનોને પણ ખાસ યાદ કરવામાં આવેલ હતાં.

પોલીસ સંભારણા દિનની આ પરેડમાં જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, જૂનાગઢ શહેર તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ સુ શ્રી વિશાખા ડબરાલ, પ્રોબે. આઇપીએસ, શ્રી પ્રદીપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, જૂનાગઢ, શ્રી આર.વી.ડામોર, નાયબ પોલીસ અધિક્ષક, હેડ કવાર્ટર, શ્રી હિંગોળદાન રતનું, નાયબ પોલીસ અધિક્ષક, એસસીએસટી સેલ, શ્રી એચ.આઈ.ભાટી, પોલીસ ઇન્સ., એસ.ઓ.જી., શ્રી આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ., એ ડિવિઝન, શ્રી પી.એન. ગામેતી, સર્કલ પોલીસ ઇન્સ., શ્રી એલ.એચ.ભુવા, પોલીસ ઇન્સ., એલઆઈબી, સુશ્રી જે.પી.વરિયા, પો.ઇન્સ. મહિલા પોલીસ સ્ટેશન, શ્રી પિયુષ જોશી, આર.એસ.આઇ., હેડ ક્વાર્ટર તથા જુદાં જુદાં પોલીસ સ્ટેશનો તથા શાખાના પોલીસ સબ ઇન્સ., શ્રી જે.કે.ત્રિવેદી, શ્રી જે.એમ.વાળા, સુશ્રી વી.આર. ચાવડા, શ્રી કૃણાલ પટેલ, ટ્રાફિક પોસઇ એ.બી.દેસાઈ, વિગેરે 30 જેટલા પોલીસ અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં પોલીસ જવાનો હાજર રહ્યા હતાં.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201021-WA0030.jpg

Right Click Disabled!