કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 3737 કરોડનું બોનસ મંજૂર

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 3737 કરોડનું બોનસ મંજૂર
Spread the love

નવી દિલ્હી કેન્દ્રીય કેબિનેટની યોજાયેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2019-2020 માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી કેન્દ્રના 30 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. દશેરા અગાઉ બોનસની આ રકમ એક જ હપ્તામાં ચુકવી આપવામાં આવશે.

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બોનસ પાછળ રૂપિયા 3,737 કરોડ ખર્ચ કરવામાં આવશે. બોનસની ચુકવણી કર્મચારીઓના બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવશે.મિડલ ક્લાસના હાથમાં નાણાં આવવાથી તહેવારોની સિઝનમાં માંગ વધશેજેમને બોનસનો લાભ મળવાનો છે

તેમાં રેલવે, પોસ્ટ ઓફિસ, 17 લાખ કર્મચારીનો સમાવેશ થાય છે. તેને પ્રોવક્ટિવિટી લિંક્ડ બોનસ આપવામાં આવશે. અન્ય 13 લાખ કેન્દ્રીય કર્મચારીઓને નોન- પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ મળશે. સરકારનો આ નિર્ણય એટલા માટે મહત્વનો છે કારણ કે તહેવારોની સિઝનમાં લોકો વધારે ખર્ચ કરી શકે. સરકારનું કહેવું છે કે મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવવાથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને ફાયદો થશે.

it-1-2-960x640.jpg

Right Click Disabled!