સસ્તા અનાજના કૌભાંડીએ ભાજપનો ખેસ પહેર્યો કાર્યકરોમાં ચર્ચાનો વિષય

સસ્તા અનાજના કૌભાંડીએ ભાજપનો ખેસ પહેર્યો કાર્યકરોમાં ચર્ચાનો વિષય
Spread the love

સસ્તા અનાજના કૌભાંડમાં અટકમાં લેવાયેલા કોંગ્રેસના આગેવાન અને સસ્તા અનાજના વેપારી મંડળના પ્રમુખે ભાજપના પ્રદેશ મહામંત્રીની હાજરીમાં ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ મેળવતા કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપ દ્વારા કરજણના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલના કેટલાક ટેકેદારો ભાજપમા જોડાયા હતાઆ કાર્યકરોમાં ચાર મહિના પહેલા સસ્તા અનાજના કૌભાંડમાં બહુચર્ચિત બનેલા ધાવટ ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક અને સરપંચ પ્રવિણ અંબાલાલ પંચાલનો પણ સમાવેશ થાય છે.

પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે આ કાર્યકરને પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી નોંધનીય છે કે,ચાર મહિના પહેલા કાસમપુરા ગામેથી ગરીબો માટેના ૫૦ કિલો ઘંઉની ૪૪૨ બોરી, ૫૦ કિલો ચોખાની ૫૭ બોરી, ૫૦ કિલો ખાંડની ૧૩ બોરી, ૫૦ કિલો ચણાની એક બોરી અને મીઠાની ૨૫ કિલોની ૧૦ બોરી મળી કુલ ૪ લાખ ઉપરાંતનો જથ્થો પકડાતા આ જથ્થો જેની દુકાનમાંથી આવ્યો હતો તે ધાવટના સરપંચ પ્રવિણ પંચાલની પણ પોલીસે અટકાયત કરી હતી.

content_image_ebf71449-e0c8-4f6e-a770-60aa32448799.jpg

Right Click Disabled!