જૂનાગઢમાં નિરાધાર નવજાત શિશુનો આધાર બાળ સુરક્ષા એકમ

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત જુનાગઢ જીલ્લામાં જુનાગઢ ખાતે શિશુમંગલ સંસ્થા ગાંધીગ્રામ કાર્યરત છે. જેના મેઈન ગેટ પાસે એક અનામી પારણુ મુકવામાં આવેલ છે. જ્યારે અસામાન્ય સંજોગોમાં એવા બાળકનો જન્મ થાય કે જેનું કોઈ વારસ કે સંભાળ લેવાવાળું કોઈ ન હોય ત્યારે તેવા બાળકને ઘણીવાર કચરા પેટી કે એવી અવાવરૂ જગ્યાએ છોડવામાં આવે જ્યાં ભુખ્યા જનાવરો કે પ્રાણીઓ તે ખોરાક સમજીને ખાય જાય કે તેને શારીરિક ઈજા થાય ત્યારે બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.
ક્યારેક નવજાત બાળક મૃત્યુ પણ પામે છે. આવું ન થાય અને આવા દરેક બાળકને પારણા પોઈન્ટ પર છોડવામાં આવે તો રાજ્ય સરકાર તેના વાલી બનીને બાળકને યોગ્ય સારવાર કાળજી અને રક્ષણ મળે તેવા હેતુ સાથે ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા આવું પારણુ જુનાગઢમાં મુકવામાં આવેલ છે. જેમાં મુકવા આવનારનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જેથી આવા બાળકોને સરકારની છત્રછાયામાં મળી શકે અથવા દત્તક આપી શકાય. આથી જીલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી.મહિડાએ જાહેર જનતાને અપીલ કરેલ છે.
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)
