શહેરા : પાનમ મહિલા સંગઠન અને આનંદી સંસ્થાના સહિયારા પ્રયાસથી મહિલા ગ્રામીણ દિનની ઉજવણી

શહેરા : પાનમ મહિલા સંગઠન અને આનંદી સંસ્થાના સહિયારા પ્રયાસથી મહિલા ગ્રામીણ દિનની ઉજવણી
Spread the love

આજ રોજ વિશ્વ ગ્રામીણ મહિલા દિન નિમિત્તે શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્થાપિત મહિલા ઓ ના બનેલા પાનમ મહિલા સનગઠન અને આનંદી સન્સથા ના સહિયારા પ્રયાસ થી શહેરા તાલુકા માં કુલ 25 ગામના 50 જેટલા મહિલા ખેડૂતો શહેરા તાલુકામાં ભેગા મળીને મહિલા ગ્રામીણ દિનની ઉજવણી કરવામાં આવી.શહેરા તાલુકાના ના ટી.ડી.ઓ શ્રી મહિલા જ હતા તેમણે પાનમ સનગઠન ના તમામ મહિલાઓ ની બધી જ વાત શાંતિ થી સાંભળી છે .અને સોને આ કામમાં ટેકા કરવા માટે નો દિલાસો આપેલ છે.કાયદો બન્યા ના 13 વર્ષ પછી પણ શ્રમિકો ને જોબ જાર્ડ ન આપી ને સીધા આઈ.ડી નમબર પાડીને કામ કરાવેલ છે આ પર્સનો માટે ટી.ડી.ઓ શ્રી એ તેમની ટીમને આ કામગીરી સોંપવામાં આવેલ છે.

છેલ્લા 10 દિવસ થી કામના અધિકાર પર શહેરા ના ગામોમાં ચાલતું કેમેપેઇન કુલ 20 ગામના 1200 જેટલા શ્રમિકો ની કામની માંગ કરવામાં આવેલ છે. જેમાં થઈ 7 ગામોમાં અરજી ઓ તલાટી દવરાર સ્વીકારવા માં આવી છે.બાકી ના સ્વીકારેલી બધી જ અરજીઓ આજે ગોધરા માં પાનમ મહિલા સનગઠન ના પ્રમુખ શ્રી અને મહિલા ઓ એ ભેગા મળીને જિલ્લા માં ઇન્ચાર્જ નિયામક ડી.આર.ડી એ ને.જિલ્લા વિકાસ અધિકારી ને આપવામાં આવી.અને કોરોના ની વેશ્વવિક મહામારી માં ગામોમાં નિયમિત કામની બહેદારી મળે તેના માટે ની રજૂઆતો કરવામાં આવી.ગ્રામીણ મહિલા દિન નિમિત્તે મહિલા ખેડતો ના પર્સનો માટે પણ રજુઆત કરી મહિલા ઓ ના નામે જમીન થાય.અને મહિલા ઓ ને ખેડૂત તરીકે ની ઓળખ બને અને શહેરા તાલુકા ખૂબ મોડો અને ખૂબ ઓછો વરસાદ પડવાના કારણે આ વર્ષે તેમનો મુખ્ય પાક.મકાઈ.ડાંગર જેનું 75 ટકા જેટલું નુકશાન થતું છે.

આવા કપરા સમયમાં પોતાના ઘરમાં દાણાની કમી વર્તાઈ રહેલ છે જ્યારે સરકારે પંચમહાલ જિલ્લા ને વરસાદ બરાબર પડ્યો છે તેમ કરીને પાક નિસફળ ના ફોર્મ પણ ખેડૂતો ભરી શકશે નહીં.તે બાબતે રજુઆત કરવા માં આવી.આમ આ પર્સનો પર સરકાર તાત્કાલિક વિચારે અને માનવીયતા ના ધોરણે કોરોના ની મહામારી માં સમુદાય.સનગઠનો અને સરકારે સાથે મળીને એક થઈ કામ કરવા ની ઘડી આવી ગઈ છે.તેવું જણાઈ રહ્યું છે. ભૂખમરી.બેરોજગારી.ગરીબી ના વિષ ચક્રમાં થી વનચિતો ને બહાર લાવવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે.

રીપોર્ટ : બશીર અન્સારી (શહેરા)

IMG-20201016-WA0046.jpg

Right Click Disabled!