નાક અને મોઢાને આયોડીનથી સાફ કરો 15 સેકન્ડમાં કોરોના ખતમ : રિસર્ચ

નવી દિલ્લીઃ દુનિયાભરમાં કોરોના વાયરસથી સાડા નવ લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. કરોડો લોકો કોવિડ-19ના સંક્રમણના શિકાર થઈ ચૂક્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિક આનો ઈલાજ અને વેક્સીન શોધવામાં લાગેલા છે. એવામાં અમેરિકી વૈજ્ઞાનિકોએ આયોડીનથી કોરોના વાયરસને 15 સેકન્ડમાં ખતમ કરવાનો દાવો કર્યો છે.
આ રિસર્ચ ઓટોલરીંગોલોજી-હેડ એન્ડ નેક સર્જરીમાં પબ્લિશ કરવામાં આવ્યો છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે નાક અને મોઢાને આયોડીનથી સાફ કરવામાં આવે તો કોરોનાને રોકી શકાય છે અને આમ કરવાથી તે આપણા ફેફસાને નુકશાન નહિ પહોંચાડી શકે. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જણાવ્યુ છે કે કોરોના વાયરસને જ્યારે 0.5 ટકા કન્સન્ટ્રેશનવોળા આયોડીન સૉલ્યુશનમાં રાખવામાં આવ્યા તો તે 15 સેકન્ડમાં જ ખતમ થઈ ગયા. આને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે વૈજ્ઞાનિકોએ કહ્યુ કે અમે આની પુષ્ટિ કરવા માટે આયોડીનના ત્રણ એન્ટીસેપ્ટિક સૉલ્યુશન્સ તૈયાર કર્યા જેમાં આયોડીનની માત્રા 0.5%, 1.25% અને 2.5% રાખવામાં આવી.
જ્યારે વૈજ્ઞાનિકોએ ત્રણ એન્ટીસેપ્ટીક સૉલ્યુશન્સમાં કોરોના વાયરસને છોડ્યા તો માલુમ પડ્યુ કે 0.5%વાળામાં કોરોના ખતમ થઈ ગયો. વૈજ્ઞાનિકોએ કહ્યુ અમે આ તપાસ ઈથેનૉલ આલ્કોહાલ સાથે પણ કરી પરંતુ તેનુ પરિણા સકારાત્મક નહોતુ. તપાસમાં ઈથેનૉલ કોરોનાને સંપૂર્ણપણે ખતમ કરવામાં સફળ સાબિત થયો નહિ.
વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે આયોડીનથી સફાઈ કરીને વાયરસને નાક અને મોઢામાં જ રોકી દેવામાં આવે તો તે આપણા શરીરના બીજા ભાગોમાં પ્રવેશ કરી શકશે નહિ. અહીં રોકવાથી વાયરસ ફેફસા સુધી પહોંચી શકશે નહિ જેનાથી દર્દીની હાલત નાજુક નહિ થાય. આનાથી જીવને પણ જોખમ ઓછુ થશે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મોટાભાગના કેસોમાં જોવા મળ્યુ છે કે વાયરસ આપણા નાકથી જ પ્રવેશ કરી રહ્યો છે. નાકમાં સૌથી વધુ ACE2 રિસેપ્ટર્સ હોય છે જે કોરોનાનુ સંક્રમણ ફેલાવામાં મદદ કરે છે. આ ઉપરાંત મોઢામાંથી વાયરસની એન્ટ્રી થાય છે માટે ક્લીનિકલ ટ્રાયલમાં નાક અને મોઢાની સફાઈ પર જ ધ્યાન આપવામાં આવ્યુ છે.
સવાલના જવાબમાં સંશોધકોનુ કહેવુ છે કે ડૉક્ટર્સ દર્દીઓને આયોડીન સૉલ્યુશનથી નાકને ધોવાની સાચી રીત બતાવી શકે છે પરંતુ આ માત્ર મેડીકલ ટીમની દેખરેખમાં જ થવી જોઈએ. જો આમ કરવામાં આવે તો મોઢા કે નાકથી નીકળતા કોરોના એરોસૉલ કે ડ્રોપલેટ્સ દ્વારા સંક્રમણના જોખમને ઘણુ ઘટાડી શકાય છે. સંશોધકો સ્પષ્ટ કરી દીધુ કે પૉવીડોન-આયોડીનથી નાક અને મોઢાની સફાઈ કોરોનાનો ખાતમો કરી શકે છે પરંતુ તેને ઘરમાં ન કરવાની સલાહ આપી છે. શોધકર્તાઓએ લોકોને સાવચેત કર્યા છે કે તે આને ઘરમાં બિલકુલ ટ્રાય ન કરે. આ માત્ર ડૉક્ટરની દેખરેખમાં જ કરવુ જોઈએ. શોધકર્તાઓએ એ પણ કહ્યુ કે આ વિધિથી કોવિડ-19ના કારણે કોઈ પણ ગંભીર લક્ષણ હોવાનો ખતરો ઘટી શકે છે કારણકે તે ફેફસામાં જતા વાયરસ લોડને ઘટાડવામાં મદદ કરી શકે છે.
