CM નીતિશ કુમારના હેલિકોપ્ટર લેન્ડિગ સમયે ઉડી ગયો પંડાલ, ભાગદોડ થઈ

CM નીતિશ કુમારના હેલિકોપ્ટર લેન્ડિગ સમયે ઉડી ગયો પંડાલ, ભાગદોડ થઈ
Spread the love

બિહાર રાજ્યમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એવામાં મુંગેર જિલ્લામાં JDU ઉમેદવારના સમર્થનમાં જાહેર સભામાં ભાગ લેવા માટે આવેલા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારનું હેલિકોપ્ટર લેન્ડિગ થઈ રહ્યું હતું ત્યારે મોટી ભાગદોડ મચી ગઈ હતી. હેલિકોપ્ટરના લેન્ડિગ દરમિયાન ભારે પવનને કારણે સભા સ્થળ પર લાગવવામાં આવેલો પંડાલ ઊડી ગયો હતો.

સભા સ્થળ રહેલા તમામ સુરક્ષાકર્મીઓએ ખૂબ મુશ્કેલીથી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બિહાર ચૂંટણી 2020ને લઈને મુખ્યમંત્રી નીતીશકુમારે ચૂંટણીલક્ષી સભા સંબોધવાનું શરૂ કરી દીધું છે. બુધવારે મુંગેર જિલ્લાના તારાપુર વિધાનસભા સીટ પરથી JDU ઉમેદવાર મેવાલાલ ચૌધરીની ચૂંટણીલક્ષી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ખાસ હાજરી આપવા માટે મુખ્યમંત્રી નીતીશકુમાર હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર નક્કી કરેલા સમયે સભા સ્થળ પાસે આવેલા આરએસકે ઉચ્ચ વિદ્યાલયના મેદાન પર પહોંચી ગયું હતું. સભા સ્થળની નજીક બનેલા લેન્ડિગ પોઈન્ટ પર જ્યારે હેલિકોપ્ટર ઊતરી રહ્યું હતું ત્યારે પંખાના ભારે પવનને કારણે સભા સ્થળ પર લાગાવવામાં આવેલો મંડપ ઊડી ગયો હતો. આ સાથે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. મંડપ હવામાં ઊડતા સભા સ્થળ પર મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો દોડાદોડી કરવા લાગ્યા હતા.

જ્યાં સ્થળ પર રહેલા પોલીસ કર્મીઓને સ્થિતિ પર કાબુ લાવવામાં પરસેવો આવી ગયો હતો. પણ નાસભાગની સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી હતી.નીતીશકુમારની સભામાં આવેલા દીપકકુમારે જણાવ્યું હતું કે, માંડ માંડ બચ્યા છીએ. મંડપને યોગ્ય રીતે બાંધવામાં આવ્યો ન હતો. ભારે હવાને કારણે પંડાલ ઊડી ગયો હતો. છેલ્લા બે દિવસથી નીતીશકુમાર બિહાર ચૂંટણી માટે કમરકસી રહ્યા છે. ચૂંટણીલક્ષી સભાઓ ગજવી રહ્યા છે.

અગાઉ વર્ચ્યુઅલ રેલીને સંબોધ્યા બાદ હવે ગામે ગામ સભા કરી રહ્યા છે. પક્ષના સાંસદ લલન સિંહે જણાવ્યું હતું કે, નીતીશ કુમારની ચર્ચા સમગ્ર બિહારમાં થઈ રહી છે. દરેક ઘરમાં નીતીશકુમારની વાત થઈ રહી છે. વિકાસ પુરુષ નીતીશકુમાર. આ કોઈ સંબોધન નથી પણ એક વિશ્વાસ છે. કારણ કે, નીતીશકુમારે જે કામ કરી બતાવ્યું છે એ કોઈએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય. JDUના નેતા અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નીતીશકુમારે દરેક વર્ગને મજબૂત કરવાનું કામ કર્યું છે.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

Screenshot_20201015_140907-1.jpg Screenshot_20201015_140849-0.jpg

Right Click Disabled!