મહિલા એડવોકેટને ગાળો આપનારા યુવક સામે ફરિયાદ

મહિલા એડવોકેટને ગાળો આપનારા યુવક સામે ફરિયાદ
Spread the love

અમદાવાદ યુવક લોકોને ઠગતો હોવાનું મહિલાએ ગ્રૂપમાં લખતાં પરેશાન કરતો હતો સુરતના યુવકે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતી મહિલાને મહિના પહેલા જ એડ કરી હતી હાંસોલ વિસ્તારમાં રહેતાં મહિલા એડવોકેટે સુરતના એક યુવક વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, વોટ્સઅપ ગ્રૂપ ચલાવવાના નામે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનું જણાતા મહિલા એડવોકેટે ગ્રૂપમાં આ અંગેની જાણ કરતા ઉશ્કેરાયેલા યુવકે મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું હતું.

હાંસોલમાં રહેતાં એડવોકેટ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. એડવોકેટને સુરત વિસ્તારમાં રહેતા મોહિત લોહિયા કે જે એક વોટ્સએપ ગ્રૂપ ચલાવે છે તેની સાથે વાતચીત થઈ હતી. ગત 26 સપ્ટેમ્બરે મહિલા એડવોકેટને મોહિતે ગ્રૂપમાં એડ કર્યા હતા. દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે, મોહિત પોતાના ગ્રૂપના નામે ઠગાઈ કરે છે. તેથી તેમણે મોહિતના ગ્રૂપમાં ચેતવણી લખી હતી કે, આ વ્યક્તિ ફ્રોડ ગેમનું ગ્રૂપ ચલાવે છે તેથી તેનાથી ચેતીને રહેજો. ગ્રૂપમાં આ મુદ્દો લખ્યા બાદ મોહિતે અલગ અલગ નંબરથી મહિલા એડવોકેટને ફોન કરવાની શરૂઆત કરી હતી.

મોહિત લોહિયાએ મહિલાને ફોન કરી કહ્યું હતું કે, તું આવું કેમ ગ્રૂપમાં જાહેર કરે છે અને તું તારા ફોન પર જે કંઇ કાર્ય કરે છે તે હું મારા વોટ્સએપ ગ્રૂપમાં ધ્યાન રાખું છું. ત્યાર બાદ પણ મોહિતે મહિલા એડવોકેટને મોબાઇલ પર જુદા જુદા વોઇસ મેસેજ મોકલી ગાળો આપી હતી અને ઉપરાંત બિભત્સ માંગણીઓ કરી હતી. આથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મેસેજ કરવાની ના પાડી તો ફોન કરી ધમકી આપી વોઇસ મેસેજથી ગાળો આપ્યા બાદ મહિલા એડવોકેટે તેને મેસેજ ન કરવાનું કહ્યું હતું, તેમ છંતા યુવક ફોન કરી ગાળો આપી ધમકી આપતો હતો. આથી કંટાળીને મહિલા એડવોકેટે સુરતના મોહિત લોહિયા સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

images.jpg

Right Click Disabled!