એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે પત્નીને માર માર્યાની ફરિયાદ

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે પત્નીને માર માર્યાની ફરિયાદ
Spread the love

અમદાવાદચાંદખેડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ સાબરમતી ટ્રાન્સફર 2011માં પ્રેમલગ્ન કર્યાં, અગાઉ 2 વાર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતીઘી કાંટામાં ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા આર એસ. સોલંકી વિરુદ્ધ તેમની પત્ની હેમલતા વર્માએ મારઝૂડ કરી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

આ ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઈ છે.ચાંદખેડામાં રહેતાં 52 વર્ષીય હેમલતાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે આર. એસ. સોલંકી સાથે વર્ષ 2011માં કોર્ટમાં પ્રેમલગ્ન કર્યાં હતાં. મરજીથી લગ્ન કર્યા હોવાથી હેમલતાબેન પતિનો માનસિક શારીરિક ત્રાસ સહન કરતા હતા. પતિ સોલંકીના અગાઉની પત્નીનાં 4 સંતાન છે.

હેમલતાબેને ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે, તેમના પતિ દારૂની આદત ધરાવે છે અને રોજ રાત્રે દારૂ પીને ઘરે આવી મારઝૂડ કરે છે. પતિના ત્રાસથી કંટાળી હેમલતાબેને 2015 અને 2018માં પતિ વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પતિએ લેખિતમાં માફી માગી હોવાથી ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.ઉપવાસ હોવાથી ઇંડાંકરી ન બનાવતાં મૂઢ માર માર્યો હેમતલતાબેને ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2010માં એક દિવસ પતિ નશામાં આવ્યા હતા અને ઈંડાંકરી બનાવવાનું કહ્યું હતું.

ઉપવાસ હોવાથી ઘરમાં જે બનાવ્યું છે તે જમવા તેમને કહ્યું હતું. આથી પતિ ઉશ્કેરાઈ ગયા હતા અને પત્ની હેમલતાબેનને મૂઢ માર મારવા લાગ્યા હતા. હેમલતાબેને બૂમાબૂમ કરતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. હેમલતાબેને જણાવ્યું હતું કે, પતિ સોલંકીને ડીડી લેવા જવાનું કામ હોવાથી થોડીવારમાં પોલીસની ગાડીમાં તેઓ ગયા હતા. ઘરે આવી પતિ વધુ માર મારે નહિ તે બીકે તે મોટી બહેનના ઘરે જતી રહી હતી. બીજા દિવસે સારવાર કરાવી હતી.

content_image_5c1008ef-8b5d-4e09-ad55-d8db75bb9627.jpg

Right Click Disabled!